[ ૨૯
પરિણમનશકિત દ્રવ્યમાં છે
કોઈ પ્રશ્ન કરે છે કે – ગુણદ્વારથી જે પરિણતિ ઊપજી તે ગુણની
છે કે દ્રવ્યની છે? જો ગુણની હોય તો, ગુણો અનંત છે તેથી પરિણતિ
પણ અનંત હોય. અને (જો તે પરિણતિ) દ્રવ્યની હોય તો ગુણપરિણતિ
શા માટે કહો છો?
તેનું સમાધાાનઃ – એ પરિણમન શક્તિ દ્રવ્યમાં છે; દ્રવ્ય ગુણોનો
પુંજ છે, તે પોતાના ગુણરૂપે પોતે જ પરિણમે છે; તેથી ગુણમય
પરિણમતાં (તેને) ગુણપર્યાય કહીએ. તેથી દ્રવ્યની પરિણતિ, ગુણની
પરિણતિ – એમ તો કહીએ છીએ; પરંતુ આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી
ઊઠે છે, ગુણમાંથી નહિ. એની સાક્ષી સૂત્રજીમાં (તત્ત્વાર્થ સૂત્રમાં) દીધી
છે કે – ‘द्रव्याश्रया निर्गुणा गुणाः१’ દ્રવ્યના આશ્રયે ગુણ છે ગુણના આશ્રયે
ગુણ નથી. ‘गुणपर्ययवद द्रव्यम्२’ ( – ગુણપર્યાયવાળું દ્રવ્ય છે) – એમ પણ
કહ્યું છે. પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું (પણ) ગુણ ન કહ્યો.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે – જ્ઞાનસૂક્ષ્મ સર્વગુણસૂક્ષ્મ (તે)
સૂક્ષ્મગુણના પર્યાયો છે, ગુણોમાં આ સૂક્ષ્મપણું સૂક્ષ્મગુણનું છે કે દ્રવ્યનું
છે? (જો) દ્રવ્યનું છે તો સૂક્ષ્મ ગુણના અનંત પર્યાય શા માટે કહ્યા? અને
(જો) સૂક્ષ્મગુણનું છે તો (તેને) દ્રવ્યની પરિણતિ શા માટે કહો છો?
તેનું સમાધાાન : – દ્રવ્ય સૂક્ષ્મ છે. તે સૂક્ષ્મ ગુણને લીધે છે; દ્રવ્ય
સૂક્ષ્મ હોવાથી અનંત ગુણોનો પુંજ તે દ્રવ્ય છે, તેથી સર્વે ગુણો સૂક્ષ્મ
૧. તત્ત્વાર્થ સૂત્ર ૫ – ૪૧.
૨. તત્ત્વાર્થ સૂત્ર ૫ – ૩૮.