Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 30 of 113
PDF/HTML Page 44 of 127

 

background image
૩૦ ]
ચિદ્દવિલાસ
થયા; પરંતુ એ (સૂક્ષ્મતારૂપ) પરિણમનશક્તિ દ્રવ્યથી છે. દ્રવ્ય
ગુણલક્ષણરૂપે પરિણમે છે. તેથી ક્રમઅક્રમ સ્વભાવ દ્રવ્યનો કહ્યો છે. તેનું
સમાધાન કરીએ છીએ.
ક્રમના બે ભેદ કહ્યા છેએક પ્રવાહક્રમ (અને) એક વિષ્કંભક્રમ.
પ્રવાહક્રમ એને કહીએજેમ અનાદિથી કાળનો સમયપ્રવાહ ચાલ્યો આવે
છે તેમ દ્રવ્યમાં સમયે સમયે પરિણામ ઊપજેએવો પ્રવાહ ચાલ્યો આવે
છે તેને પ્રવાહક્રમ કહીએ. તે (પ્રવાહક્રમ) દ્રવ્યના પરિણામ વિષે છે. આ
બાબત સિદ્ધાંત પ્રવચનસારજી (ગા. ૯૯)માં કહ્યું છે ત્યાંથી જાણવું.
વિષ્કંભક્રમ ગુણોનો છે; તે ગુણો પહોળાઈરૂપ (
વિસ્તારરૂપ) છે.
પ્રદેશોનો પ્રદેશો પહોળાઈરૂપ છે તેને ક્રમથી ગણતાં અસંખ્ય થાય છે.
આ ક્રમ ગુણમાં છે તેથી (તેને) વિષ્કંભક્રમ કહીએ; અથવા ગુણક્રમથી
કહીએ (તો) દર્શન, જ્ઞાન ઇત્યાદિ સર્વે વિસ્તારને ધરે છે તેથી (તેને)
વિષ્કંભક્રમ કહીએ. અહીં પ્રવાહક્રમ દ્રવ્યના પરિણામ વડે છે તેથી
ગુણોમાં [તે] નથી, માટે ગુણ (તે) પરિણતિનો પ્રવાહ નથી, ગુણથી (તો)
વિસ્તારક્રમ જ કહ્યો છે.
દ્રવ્યની પરિણતિ છે તે સર્વે ગુણોમાં છે. આત્મા જ્ઞાનમય પરિણમે
છે, જ્ઞાન જાણપણારૂપ પરિણમે છે એમ લક્ષ્યલક્ષણરૂપ ભેદથી તો એક
પરિણામમાં ભેદ છે, પરંતુ એવું તો નથી કે જ્ઞાનની પરિણતિ જુદી છે
ને આત્માની (પરિણતિ) જુદી છે. એમ માનવાથી (તે બંનેનું) સત્ત્વ જુદું
ઠરે છે, સત્ત્વ જુદું થતાં વસ્તુ અનેક (થઈને) જુદી જુદી અવસ્થા ધારણ
કરીને વર્તે. એમ થતાં તો વિપર્યય થાય છે, વસ્તુનો અભાવ થાય છે.
ત્યાં પ્રશ્ન ઊપજે છે કે(ગુણ અને દ્રવ્યની) જુદી પરિણતિ
માનવામાં શું દોષ છે? ગુણ (અને) આત્માની અભેદ પરિણતિ
માનવાથી તો જ્ઞાન જાણપણારૂપ પરિણમે, દર્શન દેખવારૂપ પરિણમે એમ
કહેવું વૃથા થયું, અભેદમાં ભેદ ઊપજે નહિ, માટે સમાધાન કરો.
સમાધાાન :દ્રવ્યના પરિણામની વૃત્તિ ઊઠતાં, દ્રવ્ય અનંત ગુણનો