એક છે. (પરિણામ) દ્રવ્યમય પરિણમતાં ગુણ આવ્યા તેથી ગુણમય
પરિણામ છે. આ પ્રકારે એક વસ્તુના પરિણામ નિર્વિકલ્પ છે. જ્ઞાનરૂપ
આત્મા પરિણમ્યો તો પરિણામ જાણપણામાં આવ્યા. તેથી જ્ઞાન
જાણપણારૂપ પરિણમે છે એવી વિવક્ષા છે તે જાણવી.
વેદનમાં સર્વસ્વ પરિણામ તે વેદકતા છે. ગુણ પરિણામથી ગુણના
આસ્વાદનો લાભ થાય છે; દ્રવ્ય પરિણામથી દ્રવ્યના આસ્વાદનો લાભ
થાય છે, કહેવામાં તો લક્ષ્ય
અભેદ નિશ્ચયમાં
એક જ છે. સામાન્યતાથી નિર્વિકલ્પ છે; વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ
કરવામાં આવે ત્યારે જેમ જેમ શિષ્ય, ગુરુના પ્રતિબોધવાથી ગુણનું
સ્વરૂપ જાણી જાણીને વિશેષ ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને
આનંદના તરંગ ઊઠે, તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ
કારણે ગુણ-ગુણીનો વિચાર યોગ્ય છે. ગુણનાં વિશેષને (પરિણામ) કહ્યા
છે; આ પરિણામથી જ ઉત્પાદ-વ્યયવડે વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ
છીએ.