Chidvilas (Gujarati). Karan-Karyabhav.

< Previous Page   Next Page >


Page 32 of 113
PDF/HTML Page 46 of 127

 

background image
૩૨ ]
ચિદ્દવિલાસ
કારણકાર્યભાવ
પ્રથમ જ સર્વ સિદ્ધાંતનું મૂળ એ છે કે વસ્તુના કારણ-કાર્ય
જાણવા; જેટલા સંસારથી પાર થયા છે તે સર્વે પરમાત્માનાં કારણ-કાર્ય
જાણી જાણીને થયા છે. ત્રણે કાળે જે પરમાત્માને ધ્યાવવાથી મુક્ત થયા
તેના (
તે પરમાત્માના) કારણ-કાર્ય જો ન જાણ્યા તો તેણે શું જાણ્યું?
(કાંઈ જાણ્યું નથી.) માટે કારણકાર્ય જાણવા જોઈએ.
તે કારણકાર્ય કઈ રીતે ઊપજે છે તે કહીએ છીએઃ
पुव्वपरिणामजुत्तं कारणभावेण वट्टदे दव्वं
उत्तरपरिणामजुदं तं चिय कज्जं हवे णियमा ।।
સિદ્ધાન્તમાં એમ બતાવ્યું છે કે પૂર્વ પરિણામયુક્ત જે દ્રવ્ય છે
તે કારણભાવ (રૂપ) પરિણમેલું છે. (અને) ઉત્તર પરિણામયુક્ત જે
દ્રવ્ય છે તે કાર્યભાવ (રૂપ) પરિણમેલું છે. કેમ કે પૂર્વ પરિણામ ઉત્તર
પરિણામનું કારણ છે, પૂર્વ પરિણામનો વ્યય તે ઉત્તર (પરિણામ)ના
ઉત્પાદનું કારણ છે. જેમ માટીના પિંડનો વ્યય ઘટ કાર્યનું કારણ છે.
કોઈ પ્રશ્ન કરે કેઉત્તર પરિણામમાં ઉત્પાદમાં શું કાર્ય થાય
છે?
તેનું સમાધાાન :સ્વરૂપલાભ લક્ષણવાળો ઉત્પાદ છે, સ્વભાવ
પ્રચ્યવન લક્ષણવાળો વ્યય છે; તેથી સ્વરૂપલાભમાં કાર્ય છે.
નિઃસંદેહ જાણો. (ઉત્પાદના કાર્યરૂપ સ્વરૂપલાભ) પરમાત્મામાં સમયે
જુઓ સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૨૨૨ અને ૨૩૦.
૧. જુઓ ગુજ. પ્રવચનસાર, પૃ ૧૫૦.