કારણ – કાર્યભાવ[ ૩૩
સમયે થાય છે. માટે હે સંતો! એવા કારણ – કાર્યને પરિણામ દ્વારા
જાણો કારણ અને કાર્ય પરિણામથી જ થાય છે.
વસ્તુના ઉપાદાનના બે ભેદ કહ્યા છે, તે કહીએ છીએઃ –
અષ્ટસહસ્ત્રીમાં૧ કહ્યું છે કે —
✽
त्यक्तात्यक्तात्मरूपं यत् पूर्वापूर्वेण वर्तते ।
कालत्रयेऽपि तद्द्रव्यमुपादानमिति स्मृतम् ।।१।।
यत्स्वरूपं त्यजत्येव यत्रात्यजति सर्वथा ।
तत्रोपादानमर्थस्य क्षणिकं शाश्वतं यथा ।।२।।
અર્થ : – દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તો પરિણામ(રૂપ) – વ્યતિરેક
સ્વભાવ છે, અને અત્યક્ત સ્વભાવ ગુણરૂપ – અન્વયસ્વભાવ છે. તે ગુણ
તો પૂર્વે હતા તે જ રહે છે, પરિણામ અપૂર્વ – અપૂર્વ થાય છે. આ દ્રવ્યનું
ઉપાદાન છે તે પરિણામને તો તજે છે પણ ગુણને સર્વથા તજતું નથી;
તેથી પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ શાશ્વત ઉપાદાન છે.
વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે.
૧. જુઓ શ્લોક ૫૮ ની ટીકા, પૃ. ૨૧૦.
✽ કાર્યસર્જક ઉપાદાનકારણનું સ્વરૂપ બતાવવા માટે આચાર્યદેવ શ્રી
વિદ્યાનંદસ્વામીએ ભગવાન શ્રી સમન્તભદ્રાચાર્યદેવકૃત દેવાગમસ્તોત્રની કારિકા
૫૮ની ‘અષ્ટસહસ્ત્રી’ ટીકામાં પૂર્વવર્તી આચાર્યના જે ઉપરોક્ત બે શ્લોક
મુક્યા છે જેનો એક અન્ય અર્થ નીચે મુજબ પણ છે.
(૧) અર્થઃ – જે, (પર્યાય-અપેક્ષાએ) પોતાના રૂપને છોડતું હોવાથી અપૂર્વ અર્થાત્
નવું રૂપ ધારણ કરે છે, અને જે (દ્રવ્ય-અપેક્ષાએ) પોતાના રૂપને નહીં છોડતું
હોવાથી, પૂર્વ અર્થાત્ મૂળરૂપથી વર્તે છે તે (દ્રવ્ય-પર્યાયાત્મક) દ્રવ્ય અર્થાત્
પદાર્થ જ ત્રણે કાળમાં ઉપાદાનકારણ છે – એવું આગમમાં કહ્યું છે.
(૨) અર્થઃ – જે પોતાના (મૂળ) સ્વરૂપને સર્વથા છોડી દે છે અથવા જે પોતાના
(પર્યાય ) સ્વરૂપને સર્વથા છોડતો નથી, તે પદાર્થનું (પદાર્થના કાર્યનું) ઉપાદાન
કારણ નથી; જેમ કે (સાંખ્ય અથવા વેદાન્ત સમ્મત સર્વથા અપરિણામી)
શાશ્વત તથા (બૌદ્ધસમ્મત સર્વથા પરિણામી) ક્ષણિક પદાર્થ કાર્યનું
ઉપાદાનકારણ થઈ શકે નહીં.