૩૪ ]
ચિદ્દવિલાસ
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે ઉત્પાદાદિ જીવાદિકથી ભેદસ્વરૂપે
સધાય છે કે અભેદરૂપ સધાય છે? જો અભેદરૂપ સધાય છે તો
ત્રિલક્ષણપણું ન હોય, જો ભેદરૂપ સધાય છે તો સત્તાભેદ થતાં સત્તા
ઘણી થઈ, ત્યાં વિપરીતતા થાય છે.
તેનું સમાધાાન : — લક્ષણભેદ છે, સત્તાભેદ નથી, તેથી સત્તા
અપેક્ષાએ અભેદ અને સંજ્ઞાદિ (અપેક્ષાએ) ભેદ જાણવો. વસ્તુની સિદ્ધિ
ઉત્પાદ – વ્યય – ધ્રુવ ત્રણેથી છે. અષ્ટસહસ્રીમાં કહ્યું છે કેઃ —
पयोव्रतो न दध्यत्ति न पयोत्ति दधिव्रतः ।
अगोरसव्रतो नोभे तस्मात्तत्वं त्रयात्मकम् ।।६०।।
घटमौलि सुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् ।
शोक – प्रमोद – माध्यथ्यं जनो याति सहेतुकम् ।।५९।।
[દેવાગમ – આપ્તમિમાંસા]
જેમ કોઈ પુરુષે દૂધનું વ્રત લીધું છે કે હું દૂધ જ પીશ. તે દહીંનું
ભોજન કરતો નથી, અને જેને દહીંનું વ્રત છે તે દૂધનું ભોજન કરતો
નથી, તથા જેને ગોરસનો નિયમ છે કે હું ગોરસ નહિ લઉં, તે ગોરસને
ગ્રહણ કરતો નથી. માટે તત્ત્વ છે તે ત્રણે થઈને છે. દૂધ છે તે ગોરસનો
પર્યાય છે અને દહીં (પણ ગોરસનો) પર્યાય છે, એક પર્યાયમાત્રને ગ્રહણ
કરવાથી ગોરસની સિદ્ધિ થતી નથી, ગોરસ સર્વ (આખું) (તેમાં) આવી
જતું નથી. તેમ એક ઉત્પાદમાં અથવા વ્યયમાં અથવા ધ્રુવમાં વસ્તુની
સિદ્ધિ થતી નથી, (પણ) વસ્તુ ત્રણે વડે સિદ્ધ છે. જેમ કોઈ પંચરંગી
ચિત્ર છે, (તેમાંથી) એક જ રંગને ગ્રહવાથી ચિત્રનું ગ્રહણ થતું નથી;
તેમ ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ત્રણેમય વસ્તુ છે, (ઉત્પાદાદિ કોઈ) એક જ
વડે તેનું ગ્રહણ થતું નથી.
જો વસ્તુને ધ્રુવ જ માનો તો બે દોષ લાગે – ૧એક તો ધ્રુવનો જ
૧. જુઓ પ્રવચનસાર ગા. ૧૦૦ ટીકા.