કારણ – કાર્યભાવ[ ૩૫
નાશ થાય; ઉત્પાદ-વ્યય વગર (વસ્તુ) અર્થક્રિયાકારક ન હોય અને
અર્થક્રિયા વગર વસ્તુની સિદ્ધિ ન થાય (વસ્તુમાં) ષટ્ ગુણી વૃદ્ધિ-હાનિ
ન થાય; એમ થતાં (વસ્તુ) અગુરુલઘુ ન રહે ને વસ્તુ હલકી – ભારે
થઈને જડ થઈ જાય, તેથી ચિદ્ધ્રુવતા ન રહે. બીજો એ દોષ – ક્ષણવર્તી
પર્યાય પણ નિત્ય થઈ જાય, એમ થતાં અધ્રુવ પણ ધ્રુવ થઈ જાય.
વળી કેવળ ઉત્પાદ જ માનીએ તો બે દોષ લાગે – એક તો
ઉત્પાદના કારણ-વ્યયનો અભાવ થાય, વ્યયનો અભાવ થતાં ઉત્પાદનો
અભાવ થાય. બીજો દોષ એ – જો અસત્નો ઉત્પાદ થાય તો આકાશના
ફૂલની પણ ઉત્પત્તિ દેખાય પણ એ કલ્પના જૂઠી છે.
કેવળ વ્યય જ માનવામાં આવે તો બે દોષ લાગે – એક તો
વિનાશનું ( – વ્યયનું) કારણ જે ઉત્પાદ તેનો અભાવ થાય, એમ થતાં
વિનાશ પણ હોય નહિ; કારણ વગર કાર્ય હોય નહિ, બીજો એ દોષ –
સત્નો ઉચ્છેદ થઈ જાય; અને સત્નો ઉચ્છેદ થતાં જ્ઞાનાદિ ચેતનાનો
નાશ થઈ જાય.
માટે (ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ) ત્રિલક્ષણારૂપ વસ્તુ છે.૧
૧. જુઓ, પ્રવચનસાર ગા. ૧૦૦ ટીકા.