Chidvilas (Gujarati). Dravyano Sat Utpad Ane Asat-Utpad.

< Previous Page   Next Page >


Page 36 of 113
PDF/HTML Page 50 of 127

 

background image
૩૬ ]
ચિદ્દવિલાસ
દ્રવ્યનો સત્ઉત્પાદ અને અસત્ઉત્પાદ
હવે દ્રવ્યનો સત્ઉત્પાદ અને અસત્ઉત્પાદ બતાવે છે. દ્રવ્યનો
આ સત્સ્વભાવ અનાદિનિધન છે; દ્રવ્ય-ગુણ અન્વયશક્તિવાળાં છે; તે
ક્રમવર્તી પર્યાયથી વ્યાપ્ત હોવા છતાં પણ, દ્રવ્યાર્થિકનયથી પોતાની
વસ્તુના સત્વડે જેવા છે તેવા ઊપજે છે. પર્યાયની અપેક્ષાએ ઊપજવું
એવું છે, પરંતુ અન્વયશક્તિમાં તો જેવા ને તેવા છે, તોપણ લેવામાં
આવ્યા છે. પર્યાયશક્તિમાં અસત્ ઉત્પાદ બતાવ્યો છે; કેમકે પર્યાય
નવા નવા ઉપજે છે તેથી (તેને અસત્ ઉત્પાદ) કહ્યો છે; પરંતુ તે
અન્વયશક્તિથી વ્યાપ્ત છે. (અસત્ ઉત્પાદ) પર્યાયાર્થિક નયથી છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કેશું જ્ઞેય જ્ઞાન વિષે વિણસે છે? ઊપજે
છે? (જો જ્ઞેયો જ્ઞાનવિષે ઊપજે છે એમ કહો તો) ત્યાં અસત્ઉત્પાદ
છે, (અને જો જ્ઞેયો જ્ઞાનવિષે નથી ઉપજતાં એમ કહો તો) જ્ઞેયો
જ્ઞાનવિષે ન આવ્યા. જ્ઞેયના ઊપજવાથી (જ્ઞાનને) ઊપજ્યું કહો છો કે
જ્ઞાનના પર્યાય અપેક્ષાએ તેને ઊપજ્યું કહો છે?
તેનું સમાધાાન :દ્રવ્ય વડે સત્ ઉત્પાદ છે, પર્યાયથી અસત્
ઉત્પાદ છે. જ્ઞેય-જ્ઞાયક, ઉપચાર સંબંધ છે, ઉપચારથી જ્ઞેય જ્ઞાનમાં
અને જ્ઞાન જ્ઞેયમાં; તેથી વસ્તુત્વથી સત્ ઉત્પાદ છે, પર્યાય વડે અસત્
ઉત્પાદ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેપર્યાય વગર દ્રવ્ય હોતું નથી,
દ્રવ્યની સિદ્ધિ પર્યાયથી છે, પર્યાય વડે અસત્ ઉત્પાદ (છે) તેથી અસત્
ઉત્પાદ વડે સત્ ઉત્પાદ સિદ્ધ થયો! (તેમ જ) દ્રવ્યથી પર્યાય થાય છે
પ્રવચનસાર ગા. ૧૧૧-૨-૩