દ્રવ્યનો સત્ઉત્પાદ અને અસત્ઉત્પાદ[ ૩૭
તેથી સત્ ઉત્પાદથી અસત્ ઉત્પાદ થયો! ( – તો પછી) પર્યાય વડે
અસત્ઉત્પાદ દ્રવ્ય વડે સત્ – ઉત્પાદ — એમ શા માટે કહો છો?
તેનું સમાધાાન : — પર્યાય દ્રવ્યનું કારણ છે; દ્રવ્ય પર્યાયનું
કારણ છે – એ તો (એક બીજાને) કારણરૂપ છે. પરંતુ પર્યાયનું કાર્ય
પર્યાયથી જ થાય છે. દ્રવ્યનું કાર્ય દ્રવ્યથી જ થાય છે; તેથી પર્યાયથી
અસત્ઉત્પાદ(રૂપ) કાર્ય થાય છે (અને) દ્રવ્યથી સત્ઉત્પાદ (રૂપ) – થાય
છે. આ કારણકાર્ય (નો) ભેદ છે તે વિવેકી પામે છે. દ્રવ્ય – સમુદ્રમાંથી
પર્યાય – તરંગ ઊઠે છે ત્યારે આનંદની કેલિમાં મગ્ન થઈને વર્તે છે.
પરિણામપ્રવૃત્તિથી દ્રવ્ય-ગુણની પ્રવૃત્તિ છે અને વસ્તુની સ્થિરતા છે,
વિશ્રામ છે; આચરણ છે, વેદકતા છે, સુખનો આસ્વાદ છે, ઉત્પાદ –
વ્યય છે, ષટ્ગુણ વૃદ્ધિ-હાનિ છે; પરિણામ જ વસ્તુના ગુણનો પ્રકાશ
પ્રગટ કરે છે. ગુણ-ગુણીના વિલાસનો રસ નિર્વિકલ્પદશામાં આવ્યો છે.
એક વસ્તુ અનંત ગુણનો પુંજ છે, વસ્તુમાં ગુણ આવ્યા; વસ્તુ પરિણામ
વેદે ત્યારે અનંતગુણ પણ વેદે, તેથી ગુણ-ગુણી બંને વેદે. સામાન્યમાં
વિશેષ છે, વિશેષમાં સામાન્ય છે. કહ્યું૧ છે કે —
निर्विशेषं हि सामान्यं भवेत् खरविषाणवत् ।
सामान्यरहितत्वाच्च विशेषस्तद्वदेव हि ।।९।।
અર્થઃ – ખરેખર વિશેષ વગરનું સામાન્ય ગધેડાના શિંગડા સમાન
છે, અને સામાન્ય વિનાનું હોવાથી વિશેષ પણ ગધેડાના શિંગડા સમાન
જ છે.
૧. જુઓ, આલાપપદ્ધતિ એકાન્તપક્ષ દોષ અધિકાર.