૩૮ ]
ચિદ્દવિલાસ
સામાન્ય – વિશેષનું સ્વરુપ
સામાન્ય – વિશેષનું સ્વરૂપ લખીએ છીએઃ —
‘વસ્તુ’ એમ (કહેવું તે) વસ્તુનું સામાન્ય (કથન) છે અને
‘सामान्यविशेषात्मकं वस्तु’ ૧(અર્થાત્ વસ્તુ સામાન્ય વિશેષસ્વરૂપ છે) –
એમ કહેવું તે વસ્તુનું વિશેષ કથન છે. અસ્તિ તે સત્ એમ કહેવું
તે સામાન્ય સત્ છે, અને (પરથી) નાસ્તિ અભાવ (રૂપ) સત્ એમ
કહેવું તે વિશેષ સત્ છે. દેખવામાત્ર દર્શન – એ સામાન્ય દર્શન છે
અને સ્વ-પર સકલ જ્ઞેયોને દેખે તે વિશેષ દર્શન છે. જાણવામાત્ર
જ્ઞાન સામાન્ય (જ્ઞાન) છે, સ્વ-પર સકલ જ્ઞેયોને જાણે તે જ્ઞાનને
વિશેષ કહીએ. આ પ્રમાણે સર્વે ગુણોમાં સામાન્ય-વિશેષ છે. સામાન્ય
વિશેષ વડે વસ્તુ પ્રગટે છે; તે કહીએ છીએઃ – (વસ્તુને) જો
સામાન્ય જ કહીએ તો વિશેષ વિના વસ્તુના ગુણો જાણવામાં આવે
નહિ. ગુણ વિના વસ્તુ ન જણાય; માટે સામાન્યને વિશેષ પ્રગટ કરે
છે, સામાન્ય ન હોય તો વિશેષ ક્યાંથી હોય? વિશેષને સામાન્ય
પ્રગટ કરે છે; તેથી સામાન્ય – વિશેષમય વસ્તુ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે – સામાન્ય તો અન્વયશક્તિને
કહીએ, વિશેષ વ્યતિરેક શક્તિને કહીએ – એમ કહ્યું છે, તે કઈ રીતે
છે?
તેનું સમાધાાન : – અન્વયશક્તિ યુગપત્ સદા પોતાના
સ્વભાવરૂપ રહે છે, તેમાં કોઈ વિશેષ નથી; પોતાના સ્વભાવના
ભાવમાં જે દશા છે તે જ છે, (તે) નિર્વિકલ્પ અબાધિત છે.
૧. જુઓ, પ્રવચનસાર ગા. ૧૧૪ ટીકા. આલાપપદ્ધતિ પૃ. ૮૬