Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 39 of 113
PDF/HTML Page 53 of 127

 

background image
સામાન્યવિશેષનું સ્વરૂપ[ ૩૯
વ્યતિરેક પર્યાય જુદા જુદા (નવા નવા) રૂપ થાય છે તેથી વિશેષ
છે. આ વસ્તુની લક્ષણ-શક્તિનાં સામાન્ય
વિશેષ કહ્યાં; સકળ
સામાન્ય-વિશેષ જે છે તે આમાં આવી ગયા. (આ સામાન્યવિશેષ)
વસ્તુનું સર્વસ્વ છે. (વસ્તુમાં) સંજ્ઞા આદિ ભેદ વડે ઘણા ભેદ છે.
આ અર્થ
વિચારમાંઅન્વયવ્યતિરેકમાં સર્વે આવી ગયા. અનંત
ગુણો અને દ્રવ્ય અન્વયમાં આવ્યા, પર્યાય વ્યતિરેકમાં આવ્યા; (આ
રીતે) દ્રવ્ય-ગુણ-પર્યાય આવી જતાં (તેમાં) સર્વ આવી ગયું. તેથી
સ્યાદ્વાદની સિદ્ધિ સામાન્ય વિશેષ વિના થતી નથી. (જો વસ્તુને)
અભેદરૂપ માનો તો, ભેદ વિના ગુણને ન પામે (
ગુણ સિદ્ધ ન
થાય) અને ગુણ વિના ગુણીને ન પામે તેથી ભેદ-અભેદ બંનેને
માનવાથી વસ્તુની સિદ્ધિ છે. અવક્તવ્યતામાં કાંઈ કહી શકાતું નથી,
વચનથી અગોચર છે, જ્ઞાનગમ્યમાં પ્રગટે છે. આજ સામાન્ય-
વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નયો સાધી શકાય છે. તેનું થોડુંક
વિશેષણ (
વિવેચન) લખીએ છીએ.