૪૦ ]
ચિદ્દવિલાસ
સામાન્ય-વિશેષરુપ વસ્તુ ઉપર અનંત નય
જ્ઞાનસામાન્ય ગ્રાહકનયથી જ્ઞાન સામાન્યરૂપ કહીએ; જ્ઞાનવિશેષ
ગ્રાહકનયથી જ્ઞાન વિશેષરૂપ કહીએ. (એ પ્રમાણે) અનંતગુણોમાં અનંત
સામાન્ય-વિશેષનયથી સામાન્ય-વિશેષ બંને ભેદ સાધવા.
પર્યાયસામાન્ય ગ્રાહકનયથી પરિણમનરૂપ પર્યાય; પર્યાયવિશેષ
ગ્રાહકનયથી ગુણપર્યાય, દ્રવ્યપર્યાય, અર્થપર્યાય, વ્યંજનપર્યાય (તેમજ)
એકગુણના અનંત પર્યાયો (છે તે) સર્વે લેવા.
૧સામાન્ય સંગ્રહનયથી દ્રવ્યો પરસ્પર અવિરુદ્ધ કહીએ. વિશેષ
સંગ્રહનયથી સર્વ જીવો પરસ્પર અવિરુદ્ધ કહીએ.
૨નૈગમનય ત્રણ પ્રકારનો છે – ભૂત, ભાવિ, વર્તમાન; ભૂતનૈગમ
આ પ્રમાણેઃ આજે દીપમાલિકાના દિવસે વર્ધમાનજી મોક્ષ ગયા. ભાવી
તીર્થંકરજીને વર્તમાન તરીકે માનવા (તેને) ભાવિનૈગમ કહીએ. વર્તમાન -
નૈગમથી ‘ओदनः पच्यते’ ભાત થાય છે, એમ કહીએ.
નૈગમ (નય)ના બે પ્રકાર છે —
(૧) દ્રવ્ય નૈગમ (૨) પર્યાય નૈગમ.
દ્રવ્ય નૈગમના બે ભેદ છે —
(૧) શુદ્ધ દ્રવ્ય નૈગમ, (૨) અશુદ્ધ દ્રવ્ય નૈગમ.
પર્યાય નૈગમના ત્રણ ભેદ છે —
૧. આલાપપદ્ધતિ પૃ. ૬૬.
૨. આલાપપદ્ધતિ પૃ. ૬૪.