૪૨ ]
ચિદ્દવિલાસ
(૧) પુદ્ગલોનો એક સ્કંધ છે, તેને દ્વિ – અણુકાદિથી નિરપેક્ષ એવા શુદ્ધ
દ્રવ્યાર્થિકનયથી કહેવામાં આવે તો તે સ્કંધમાં જેટલા પરમાણુઓ
છે તે સર્વે અવિભાગી પરમાણુની માફક શુદ્ધ છે.
(૨) તે સ્કંધમાં રહેલ બધા પરમાણુઓમાં જો ઉત્પાદ વ્યયની ગૌણતા
લઈને સત્તાગ્રાહક (શુદ્ધ દ્રવ્યાર્થિક) નય લઈએ તો (તે) સર્વે નિત્ય છે.
(૩) ભેદ કલ્પના નિરપેક્ષ (શુદ્ધ દ્રવ્યાર્થિક)નય લઈએ તો (તે સ્કંધનો
દરેક પરમાણુ) પોતાના ગુણપર્યાયથી અભેદ છે.
(૪)૧સત્તા ગૌણ ઉત્પાદ-વ્યયગ્રાહકનયથી સર્વે પરમાણુ અનિત્ય છે; તે
અશુદ્ધ દ્રવ્યાર્થિક (નય) છે.
(૫) દ્વિ અણુકાદિથી સાપેક્ષ એવા અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી સ્કંધાદિ
અશુદ્ધપુદ્ગલદ્રવ્ય કહીએ.
(૬) ભેદ કલ્પના [સાપેક્ષ] અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ગુણનો ગુણીથી ભેદ
કહેવાય છે.
(૭) સ્વદ્રવ્યાદિચતુષ્ટય ગ્રાહક [દ્રવ્યાર્થિક] નયથી [વસ્તુને] અસ્તિ
કહીએ.
(૮) પરદ્રવ્યાદિ [ચતુષ્ટય] ગ્રાહક [દ્રવ્યાર્થિક] નયથી નાસ્તિ કહીએ.
(૯) અન્વય દ્રવ્યાર્થિકનયથી ગુણપર્યાયસ્વભાવવાળું દ્રવ્ય છે.
(૧૦) પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિક થી મૂર્તિક જડસ્વભાવી પુદ્ગલ છે.
એ પ્રમાણે સામાન્ય – વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નયો લાગુ પડે છે.
[અહીં દ્રવ્યાર્થિકનયના દશ ભેદ કહ્યા છે, પર્યાયાર્થિકનયના છ
ભેદ છે તે આગળ કહેશે.]
❁
૧. ઉત્પાદવ્યયસાપેક્ષઅશુદ્ધદ્રવ્યાર્થિકનયથી જોતાં દ્રવ્ય એક સમયમાં
ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે, (આલાપપદ્ધતિપ્રમાણે)