[ ૪૩
વ્યવહાર
૧
પર્યાયાર્થિકનયના અનેક ભેદ તેમજ ગુણના ભેદ વડે વ્યવહારનય
કહીએ.
૨
સામાન્યસંગ્રહ ભેદકવ્યવહારથી જીવ, અજીવ દ્રવ્ય કહીએ.
વિશેષસંગ્રહ ભેદવ્યવહારથી જીવ, સંસારી, મુક્તરૂપ કહીએ.
૩
શુદ્ધ સદ્ભુતવ્યવહાર, જેમ કે શુદ્ધ ગુણ, શુદ્ધ ગુણી (એવા)
ભેદ કરીએ. અશુદ્ધસદ્ભૂતવ્યવહાર, જેમ કે મતિ આદિ ગુણ જીવના
કહીએ. વ્યવહારના અનેક ભેદ છે.
વ્યવહારથી પરપરિણતિરૂપ રાગ-દ્વેષ-મોહ-ક્રોધ-માન-માયા
લોભાદિ (છે તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય
આત્મસ્વરૂપ વિષે અવલંબન કરવું; – સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું અને
વૈરાગ્યતા, સંવર એકદેશ ઉપાદેય કરવા. વ્યવહાર – હેય-ઉપાદેયનો આવો
ઉપદેશ જાણવો.
પર્યાયભેદ કરવો તે વ્યવહાર છે. સ્વ ( – પોતામાં) સ્વભાવ,
સ્વભાવી કહેવું તે શુદ્ધ વ્યવહાર છે.
૪
અને સ્વભાવથી અન્યથા કહેવું
તે અશુદ્ધ વ્યવહાર છે.
[આ જ ગ્રંથકર્તાકૃત આત્મ-અવલોકન ગ્રંથમાં વ્યવહારનું વર્ણન
કર્યું છે, ત્યાં પ્રથમ એક ગાથા લખીને વ્યવહારના ચાર પ્રકાર જણાવ્યા
છે. તે આ પ્રમાણેઃ –
૧. આત્મ-અવલોકન પૃ. ૨૧ થી ૨૫ સુધીમાં આ વર્ણન છે.
૨. આલાપપદ્ધતિ પૃ. ૬૮;
૩. આલાપપદ્ધતિ પૃ. ૮૧;
૪. આલાપપદ્ધતિ પૃ. ૧૨૭.