૪૪ ]
ચિદ્દવિલાસ
‘‘पर्यायभावना सर्वे सर्वे भेदकरणा च जोगरक्षणा हि ।
स्वभावतोऽन्यथा कथना तं व्यवहारं जिनभणितं ।।
(૧) પર્યાયના જેટલા ભાવ છે તે સર્વે વ્યવહાર નામ પામે છે.
(૨) જેટલા એકના અનેક ભેદ કરવામાં આવે તે સર્વે વ્યવહાર
નામ પામે છે.
(૩) બંધાણું અને છૂટ્યું – એવા જેટલા ભાવ છે તે સર્વે વ્યવહાર
નામ પામે છે. અને
(૪) સ્વભાવથી અન્ય ભાવનું જે કથન છે તે સર્વ વ્યવહાર નામ
પામે છે. – આવો વ્યવહાર જિનાગમ વિષે કહ્યો છે.’’
હવે અહીં વ્યવહારના પ્રકારોનું વિસ્તારથી વર્ણન કરે છેઃ – અહીં
જે વિસ્તાર-વર્ણન કર્યું છે તે આત્મઅવલોકનમાં કહેલા ચાર પ્રકારના ક્રમ
અનુસાર છે; [અને એ વર્ણન આત્મઅવલોકનમાં પણ અક્ષરશઃ છે].
(૧)
આકાશ વિષે સર્વ દ્રવ્યોનું રહેવું, જીવ – પુદ્ગલને ગતિ – સ્થિતિમાં
ધર્મ – અધર્મદ્રવ્યનો સહકાર હોવો; અથવા સર્વ દ્રવ્યોને પરિણામ
પરિણમાવવામાં કાળની વર્તનાનો સહકાર હોવો; પુદ્ગલાદિની ગતિવડે
કાળ દ્રવ્યના પરિણામ ઉપજાવવા; જ્ઞાન વિષે જ્ઞેય, જ્ઞેય વિષે જ્ઞાન, જ્ઞાન
દર્શનની એક એક શક્તિ એક એક સ્વ-પર જ્ઞેય ભેદ પ્રત્યે જ
લગાવવી, – આવા ભાવો; તેમજ પરસ્પર સર્વ દ્રવ્યોનો મેળાપ થવો – એવા
એવા પર્યાયના ભાવો [તે વ્યવહાર છે.]
વળી, વિકાર ઊપજ્યો ને સ્વભાવ નાશ થયો, તેમ જ
સ્વભાવ ઊપજ્યો ને વિકાર નાશ થયો;
જીવ ઊપજ્યો, જીવ મર્યો;
આ પુદ્ગલ સ્કંધરૂપ થયા અથવા કર્મરૂપ થયા (અથવા)