Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 45 of 113
PDF/HTML Page 59 of 127

 

background image
વ્યવહાર
[ ૪૫
અવિભાગી પુદ્ગલ થયા,
સંસાર પરિણતિ નાશ થઈ, સિદ્ધ પરિણતિ ઊપજી;
આવરણ
મોહ અંતરાય કર્મની રોક નાશ થઈ, અનંતજ્ઞાન
અનંતદર્શનઅનંતચારિત્ર અને અનંતવીર્ય ખૂલ્યાં;
મિથ્યાત્વ ગયું. સમ્યક્ત્વ થયું;
અશુદ્ધતા ગઈ, શુદ્ધતા થઈ;
પુદ્ગલવડે જીવ બંધાયો, જીવનું નિમિત્ત પામીને પુદ્ગલો
કર્મરૂપ થયા, જીવે કર્મોનો નાશ કર્યો, આ વણસ્યું, આ
ઊપજ્યું,
એવા પર્યાયના ઊપજતા
વણસતા ભાવને લીધે સર્વે,
વ્યવહાર નામ પામે છે.
(૨)
વળી, એક આકાશના લોક અને અલોક (એવા) ભેદ કરીએ;
કાળની વર્તનાના અતીત, અનાગત અને વર્તમાન (એવા) ભેદ
કરવા,
એ પ્રમાણે બીજું [પણ સમજવું]
વળી, એક વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય વડે ભેદ કરવા;
[એક સત્ના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે ભેદ કરવા;
એક વસ્તુના કર્તા-કર્મ-ક્રિયા વડે ભેદ કરવા];
એક જીવ વસ્તુના બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા (એવા ભેદ
કરવા);
એક દ્રવ્ય સમૂહના અસંખ્યાત કે અનંત પ્રદેશો વડે ભેદ કરવા.
[એક દ્રવ્યના અનંત ગુણ વડે ભેદ કરવા;
૧. આ વાક્યો ચિદ્વિલાસમાં નથી, આત્માવલોકનમાં છેઃ પૃ. ૨૩.
૨. આ વાક્ય હિંદી ચિદ્વિલાસમાં બે વાર છે.