૭૨ ]
ચિદ્દવિલાસ
(અપેક્ષા)માં જ્ઞાનરૂપ દ્રવ્ય, (જાણપણા) લક્ષણ ગુણ અને તેની
પરિણતિ તે પર્યાય (એમ) ભેદવડે (ત્રણે) સધાય છે. ઉપચારથી
સમસ્ત જ્ઞેયના દ્રવ્ય-ગુણ-પર્યાય જ્ઞાનમાં આવે છે. ઉપચારના અનેક
ભેદ છે તે કહીએ છીએઃ —
[૧] સ્વજાતિ ઉપચાર, [૨] વિજાતિ ઉપચાર અને [૩]
સ્વજાતિ – વિજાતિ ઉપચાર. દ્રવ્યમાં ત્રણે ઉપચાર, ગુણમાં ત્રણે ઉપચાર,
પર્યાયમાં ત્રણે ઉપચાર (એમ) નવ ભેદ થયા. નવ સ્વજાતિ, નવ
વિજાતિ, નવ સ્વજાતિ – વિજાતિ, નવ સામાન્ય ( – એ પ્રમાણે) છત્રીશ
ભેદ જ્ઞાનમાં આવે ત્યારે જ્ઞાનમાં સધાય છે, જ્ઞાન અને દર્શન (એ
બંને) ગુણો ચેતનાની અપેક્ષાએ સ્વજાતિ છે, લક્ષણ અપેક્ષાએ
ઉપચારથી વિજાતિ છે (અને) બંને અપેક્ષા (સાથે લેતાં) સ્વજાતિ –
વિજાતિ છે એક ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાયને સાધે; (તથા) સ્વજાતિ,
વિજાતિ અને મિશ્ર – એ સાધે ત્યારે અનંત ગુણોમાં છત્રીસ-છત્રીસ ભેદ
ઉપચારથી સધાય છે.
[ જૈન સિદ્ધાંત દર્પણમાં આ સંબંધી નીચે પ્રમાણે વર્ણન છે – ]
એક પ્રસિદ્ધ ધર્મનો બીજામાં આરોપ કરવો તે અસદ્ભૂત વ્યવહારનો
વિષય છે; તેના ત્રણ ભેદ છેઃ —
૧ – સજાતિ ઉપચાર, ૨ – વિજાતિ ઉપચાર,
૩ – સજાતિ વિજાતિ ઉપચાર.
એ ત્રણેમાંથી દરેકના નવ નવ ભેદ થાય છે; તે આ પ્રમાણેઃ —
૧. દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ, ૨. દ્રવ્યમાં ગુણનો આરોપ, ૩.
દ્રવ્યમાં પર્યાયનો આરોપ, ૪. ગુણમાં ગુણનો આરોપ, ૫. ગુણમાં
દ્રવ્યનો આરોપ, ૬. ગુણમાં પર્યાયનો આરોપ, ૭. પર્યાયમાં પર્યાયનો
આરોપ, ૮. પર્યાયમાં ગુણનો આરોપ, ૯. પર્યાયમાં દ્રવ્યનો આરોપ.
તેમાં સજાતિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો એક બીજામાં આરોપ કરવો તે