એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે[ ૭૩
સજાતિ ઉપચાર છે. જેમ કે ચંદ્રના પ્રતિબિંબને ચંદ્ર કહેવો તે સજાતિ
પર્યાયનો સજાતિ પર્યાયમાં આરોપ છે.
વિજાતિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો એક બીજામાં આરોપ કરવો તે
વિજાતિ ઉપચાર છે. જેમકે જ્ઞાનને મૂર્ત કહેવું તે વિજાતિ ગુણનો
વિજાતિ ગુણમાં ઉપચાર છે. સજાતિ – વિજાતિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં
આરોપ કરવો તે સજાતિ-વિજાતિ ઉપચાર છે, જેમ કે જીવ – અજીવરૂપ
જ્ઞેયો જ્ઞાનનો વિષય હોવાથી તેને જ્ઞાન કહેવું તે સજાતિ – વિજાતિ
દ્રવ્યમાં સજાતિ – વિજાતિ ગુણનો આરોપ છે. [જુઓ જૈનસિદ્ધાંત દર્પણ
પૃ. ૩૨-૩૩]
ભેદ-અભેદવડે દ્રવ્ય-ગુણ-પર્યાય સધાય છે, એમ જાણવું. એક
જ્ઞાન પોતાના સ્વભાવનું કર્તા છે, જ્ઞાનનો ભાવ તે કર્મ છે, જ્ઞાન
પોતાના ભાવવડે પોતાને સાધે છે તેથી પોતે કરણ છે. પોતાનો સ્વભાવ
પોતાને સોંપે છે તેથી પોતે સંપ્રદાન છે. પોતાના ભાવમાંથી પોતાને
પોતે સ્થાપે છે તેથી અપાદાન પોતે છે, પોતાનો આધાર પોતે છે તેથી
અધિકરણ પોતે છે. (એ પ્રમાણે) આ જ છ કારકો એકેક ગુણમાં
જુદા જુદા અનંત ગુણ પર્યંત સાધવા.
ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્રણે ગુણે ગુણમાં સાધીએ છીએ, સૂક્ષ્મ (ત્વ)
ગુણ છે, તેના અનંત પર્યાયો છે. જ્ઞાનસૂક્ષ્મ, દર્શનસૂક્ષ્મ, અનંત ગુણ
સૂક્ષ્મ, [તે સૂક્ષ્મત્વ ગુણના પર્યાયો છે]. એક ગુણસૂક્ષ્મની મુખ્યતાનો
ઉત્પાદ બીજા ગુણની ગૌણતારૂપ સૂક્ષ્મનો વ્યય અને સૂક્ષ્મ (ત્વ)
સત્તાવડે ધ્રુવ – એ પ્રમાણે સૂક્ષ્મ (ત્વ-ગુણ)માં ઉત્પાદ-વ્યય-ધ્રુવ ઉતર્યા.
એ રીતે સર્વે ગુણોમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ સધાય છે.