Chidvilas (Gujarati). Parinama Shaktina Bhed.

< Previous Page   Next Page >


Page 74 of 113
PDF/HTML Page 88 of 127

 

background image
૭૪ ]
ચિદ્દવિલાસ
પરિણામશકિતના ભેદ
હવે, વસ્તુ વિષે પરિણામશક્તિનું વર્ણન કરીએ છીએઃ
ગુણસમુદાય દ્રવ્ય છે, તે દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય સ્વભાવવડે
ઉત્પાદ-વ્યય-ધ્રુવથી આલિંગિત છે. ગુણરૂપ સત્તાના બે ભેદ છેએક
સાધારણ, એક અસાધારણ. દ્રવ્યત્વ આદિ સાધારણ, જ્ઞાનાદિ
અસાધારણ સત્તા છે. જ્ઞાન-દર્શનાદિ વિશેષ ગુણોના સત્ત્વથી જીવ
પ્રગટ્યો (અર્થાત્ જણાયો) ત્યારે (જીવના) વસ્તુત્વ વગેરે સર્વે ગુણો
જણાયા. માટે અસાધારણ વડે સાધારણ છે. સાધારણ વડે અસાધારણ
છે. એ સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાના યથાઅવસ્થિતપણાવડે સ્વચ્છ થયા,
ત્યારે પરના અભાવને લીધે અભાવશક્તિરૂપ થયા. નિજ વસ્તુનો સકળ
ભાવ પરના અભાવ વડે ચિદ્વિલાસથી શોભિત સ્વરસથી ભરેલો,
ત્યાગઉપાદાનશૂન્ય, સકળ કર્મનો અકર્તા, (તથા) અભોક્તા, સર્વકર્મમુક્ત
આત્મપ્રદેશ, સહજ મગ્ન, પરમૂર્તિ રહિત અમૂર્તરૂપ, ષટ્કારકરૂપ દ્રવ્ય-
ક્ષેત્ર-કાળ-ભાવરૂપ, સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-પ્રયોજનાદિ રૂપ નિત્યાદિ
સ્વભાવરૂપ, સાધારણાદિ ગુણરૂપ (તથા) અન્યોન્ય ઉપચારાદિ રૂપ
એવા
અનંત ભેદઅભેદ (રૂપ) છે. (તેમાં) સામાન્ય-વિશેષ આદિ અનંત
નયોથી, અનંત વિવક્ષાઓથી અનંત સપ્તભંગ સાધવા.
અનાદિઅનંત, અનાદિસાંત, સાદિશાંત અને સાદિ અનંતએ ચાર
ભંગ સર્વે ગુણોમાં લાગુ પડે છે. તે કહીએ છીએઃ પ્રથમ જ્ઞાનમાં
સાધીએ છીએ.
૧. જુઓ, સમયસાર ગુજ. પૃ. ૫૦૪