Chidvilas (Gujarati).

< Previous Page   Next Page >


Page 75 of 113
PDF/HTML Page 89 of 127

 

background image
પરિણામશકિતના ભેદ
[ ૭૫
(૧) જ્ઞાન વસ્તુથી અનાદિ અનંત છે.
(૨) જ્ઞાન દ્રવ્યથી અનાદિ, પર્યાયથી સાંત, (એ રીતે) અનાદિસાંત
છે.
(૩) જ્ઞાન પર્યાયથી સાદિસાંત છે.
(૪) પર્યાયથી જ્ઞાન સાદિ, દ્રવ્યથી અનંત છે, તેથી સાદિ અનંત છે.
એ પ્રમાણે દર્શનમાં એ જ રીત જાણો. સત્તામાં (એ ચાર પ્રકાર)
સાધીએ છીએઃ
(૧) દ્રવ્યે સત્તા અનાદિઅનંત,
(૨) દ્રવ્યે સત્તા અનાદિ, પર્યાયે સત્તા સાંત (એ રીતે સત્તા)
અનાદિસાંત;
(૩) પર્યાયે સત્તા સાદિસાંત;
(૪) પર્યાયે સત્તા સાદિ, દ્રવ્યે સત્તા તથા ગુણે સત્તા અનંત. (એ રીતે
સત્તા) સાદિઅનંત છે.
આ પ્રમાણે (સત્તામાં ચાર ભંગ) સાધતાં પ્રશ્ન ઊઠે છે કે સત્તા
તો ‘છે’ લક્ષણવાણી છે, સાદિસાંતમાં (તો) સત્તાનો અભાવ થાય છે;
ત્યાં, (સત્તાનું) ‘છે’ (એવું) લક્ષણ રહેતું નથી.
તેનું સમાધાન કરીએ છીએપર્યાય સમયસ્થાયી છે, તેની સત્તા
પણ સમય માત્રની કાળમર્યાદા સુધી ‘છે’ લક્ષણ સહિત છે.
અનાદિઅનંતનો કાળ ઘણો છે તેથી પર્યાયમાં તે સંભવતો નથી. પર્યાય
સમયસ્થાયી ન હોય તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ એક સમયમાં સિદ્ધ ન થાય;
તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ વિના સત્તા હોય નહિ, સત્તાનો નાશ થતાં વસ્તુનો
નાશ થાય. માટે પર્યાયની મર્યાદા સમય(પૂરતી) હોવાથી (સત્તાનું)
સાદિસાંતપણું સિદ્ધ થયું, આ સર્વે પરિણામશક્તિના ભેદ છે. આમાં સર્વે
ગર્ભિત છે તેથી તેના જ ભેદ છે.