૭૪
કરવો, વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો અને શરીરાદિથી ને રાગથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. ૧૨૬.
પ્રશ્નઃ — આત્માનો મહિમા કેવી રીતે આવે?
ઉત્તરઃ — આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે, અનંત ગુણોનો પિંડ છે. તે પૂર્ણ જ્ઞાયકતત્ત્વ ત્રિકાળ અસ્તિરૂપ છે; તેનું સ્વરૂપ તેમ જ સામર્થ્ય અગાધ ને આશ્ચર્યકારી છે. આત્મવસ્તુ કેવા અસ્તિત્વવાળી ને કેવા સામર્થ્યવાળી છે તેનું સ્વરૂપ રુચિપૂર્વક ખ્યાલમાં લે, સમજે તો તેનું માહાત્મ્ય આવે, રાગનું ને અલ્પજ્ઞતાનું માહાત્મ્ય છૂટી જાય. ક્ષણે ક્ષણે જે નવી નવી થાય છે એવી એક સમયની કેવળજ્ઞાનની પર્યાય પણ ત્રણકાળ-ત્રણલોકને જાણવાના સામર્થ્યવાળી છે તો પછી તેને ધરનાર ત્રિકાળી દ્રવ્યનું સામર્થ્ય કેટલું? – એમ આત્માના આશ્ચર્યકારી સ્વભાવને ખ્યાલમાં બરાબર લે તો આત્માનો મહિમા આવે. ૧૨૭.
જેને જ્ઞાનધારામાં જ્ઞાયકનું જ્ઞાન થયું છે તેને રાગાદિ પરજ્ઞેયોનું જે જ્ઞાન થાય છે તે જ્ઞેયને લઈને