થાય એવી પરાધીનતા જ્ઞાનને નથી. શુભાશુભ ભાવોથી ભિન્ન પડીને જેને ચૈતન્યની દ્રષ્ટિ થઈ છે તેને જ્ઞાનની પર્યાયમાં સ્વ-પરનું જે જ્ઞાન થયું તે, પરજ્ઞેય છે માટે પર સંબંધી જ્ઞાન થયું છે — એમ નથી; જ્ઞાનના સ્વપર- પ્રકાશકપણાને લઈને જ્ઞાન થયું છે. તેથી રાગને — જ્ઞેયને જાણતાં જ્ઞેયકૃત જ્ઞાન છે એમ નથી, પણ જ્ઞાનકૃત જ્ઞાન છે. ૧૨૮.
સ્વપર-પ્રકાશક જ્ઞાનપુંજ — જ્ઞાયક પ્રભુ — તો ‘શુદ્ધ’ જ છે, પણ રાગથી ભિન્ન પડીને ઉપાસવામાં આવે તેને તે ‘શુદ્ધ’ છે. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન પડીને સ્વમાં એકાગ્રતા કરતાં જેને શુદ્ધતા પ્રગટે છે તેને તે ‘શુદ્ધ’ છે. રાગના વિકલ્પપણે થયો નથી માટે રાગાદિથી ભિન્ન પડીને જ્ઞાયકને સેવવામાં આવતાં જેને પર્યાયમાં શુદ્ધતાનો નમૂનો આવ્યો તેને તે ‘શુદ્ધ’ છે એમ પ્રતીતિમાં આવે છે; રાગના પ્રેમીને તે ‘શુદ્ધ’ છે એમ પ્રતીતિમાં આવતો નથી. ૧૨૯.
બહુ બોલવાથી શું ઇષ્ટ છે? માટે ચૂપ રહેવું જ ભલું છે. જેટલું પ્રયોજન હોય એટલાં જ ઉત્તમ વચન બોલવાં. શાસ્ત્ર તરફના અભ્યાસમાં પણ જે અનેક વિકલ્પો છે તેમનાથી કાર્યસિદ્ધિ થતી નથી. માટે વચનનો બકવાદ