૭૮
ગુરુદેવશ્રીનાં વચનામૃત
પલટીને સ્વમાં આવી શકે છે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. ૧૩૪.
❀
જ્ઞાયકસ્વભાવ સાથે એકતા કરીને જે જ્ઞાયકભાવરૂપ પરિણમન થયું તે મોક્ષનો માર્ગ છે. માટે, જ્ઞાની કહે છે કે હે વત્સ! તું તારા જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરીને, તારી પરિણતિને તેમાં જ વાળ; તારી પરિણતિને પર તરફથી પાછી વાળીને સ્વ તરફ વાળ; સ્વભાવના મહિમામાં જ તેને એકાગ્ર કર. સમયસારમાં આવે છે ને —
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.
યોગસારમાં પણ કહ્યું છે કે —
જેમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મે લીન;
શીઘ્ર લહે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન.
— ૧૩૫.
❀
પોતાના ચિદાનંદસ્વભાવના અભિમુખ થઈને તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે જ આત્માનું સાચું અભિનંદન છે. આ સિવાય જગતના લોકો ભેગા થઈને પ્રશંસા કરે કે અભિનંદનપત્ર આપે તેમાં આત્માનું કાંઈ હિત નથી. અરે પ્રભુ! તને તારા આત્માનું સાચું