બહુમાન જ કદી આવ્યું નથી. તારા ચૈતન્યસ્વરૂપની મહત્તા ભૂલીને તું સંસારમાં રખડ્યો. સર્વજ્ઞપરમાત્મા જેવી તાકાત તારા સ્વભાવમાં પડી છે, તેનું બહુમાન કરીને સ્વભાવસન્મુખ થા, અને સ્વભાવના આનંદનું વેદન કરીને તું પોતે તારા આત્માનું અભિનંદન કર; તેમાં જ તારું હિત છે. ૧૩૬.
અંદર શુદ્ધ ચૈતન્યવસ્તુનું ભાન – સમ્યગ્દર્શન, જ્ઞાન ને સ્વરૂપસ્થિરતા – ચારિત્ર થયાં છે; ત્યાં વિશેષ સ્વરૂપ- સ્થિરતા – શુદ્ધોપયોગ ન થાય તો તે કાળે આગ્રહ ન કરવો જોઈએ કે – અરે! શુભ ભાવ આવશે તો હું ભ્રષ્ટ થઈ જઈશ. વચ્ચે શુભ ભાવ આવે તે અપવાદમાર્ગ છે. અપવાદ આવ્યો એટલે શુદ્ધિથી ભ્રષ્ટ થઈ ગયો એમ જ્ઞાની ન માને. શુદ્ધિમાં વધુ ટકી શકતો નથી તેથી અપવાદ આવ્યા વિના રહે નહિ એમ પણ એ જાણે. અપવાદ આવે, છતાં ઉત્સર્ગમાં જવાની — શુદ્ધોપયોગરૂપ થવાની — ભાવના તે કાળે પણ હોય. અપવાદમાં જ રહેવું એવો તેને આગ્રહ ન હોય. ૧૩૭.
જ્ઞાનીને યથાર્થ દ્રવ્યદ્રષ્ટિ પ્રગટી છે; દ્રવ્યના