૮૦
આલંબને તે અંદર સ્વરૂપસ્થિરતા વધારતો જાય છે; પણ જ્યાં સુધી અધૂરો છે, પુરુષાર્થ મંદ છે, શુદ્ધ- સ્વરૂપમાં પૂર્ણપણે ઠરી શકતો નથી, ત્યાં સુધી શુભ પરિણામમાં જોડાય છે, પરંતુ તેને તે આદરણીય માનતો નથી; સ્વભાવમાં તેની ‘નાસ્તિ’ છે તેથી દ્રષ્ટિ તેનો નિષેધ કરે છે. જ્ઞાનીને ક્ષણે ક્ષણે એ ભાવના હોય છે કે આ ક્ષણે પૂર્ણ વીતરાગ થવાતું હોય તો આ શુભ પરિણામ પણ જોઈતા નથી, પણ અધૂરાશને કારણે તે ભાવો આવ્યા વગર રહેતા નથી. ૧૩૮.
શુભ પરિણામ પણ ધર્મીને આફતરૂપ અને બોજારૂપ લાગે છે; તેનાથી પણ તે છૂટવા જ માગે છે, પરંતુ તે આવ્યા વગર રહેતા નથી. તે ભાવો આવે છે તોપણ તે સ્વરૂપમાં ઠરવાનો જ ઉદ્યમી રહે છે. કોઈ કોઈ વાર બુદ્ધિપૂર્વકના બધા વિકલ્પો છૂટી જાય છે અને સ્વરૂપમાં સહજ ઠરી જાય છે તે વખતે સિદ્ધભગવાન જેવો અંશે અનુભવ કરે છે; પરંતુ ત્યાં કાયમ ઠરી શકતો નથી તેથી શુભ પરિણામમાં જોડાય છે. ૧૩૯.
એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સાથે મળેલો રાગ છે ને પ્રયોજનના વશે એક નયને