પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સિવાય માત્ર અસ્થિરતાનો રાગ છે. ૧૪૦.
જ્ઞાની તત્ત્વજ્ઞાન થયા પછી પોતાની શક્તિ તેમ જ બહારનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પ્રતિમા કે મુનિપણું લે છે, દેખાદેખીથી પ્રતિમા લેતા નથી. તે બધી દશા સહજ હોય છે. ૧૪૧.
અહો! મુનિવરો તો આત્માના પરમ આનંદમાં ઝૂલતાં ઝૂલતાં મોક્ષને સાધી રહ્યા છે. આત્માના અનુભવપૂર્વક દિગંબર ચારિત્રદશા વડે મોક્ષ સધાય છે. દિગંબર સાધુ એટલે સાક્ષાત્ મોક્ષનો માર્ગ. એ તો નાના સિદ્ધ છે, અંતરના ચિદાનંદસ્વરૂપમાં ઝૂલતાં ઝૂલતાં વારંવાર શુદ્ધોપયોગ વડે નિર્વિકલ્પ આનંદને અનુભવે છે. પંચપરમેષ્ઠીની પંક્તિમાં જેમનું સ્થાન છે એવા મુનિરાજના મહિમાની શી વાત! એવા મુનિરાજનાં દર્શન મળે તે પણ મહાન આનંદની વાત છે. એવા મુનિવરોના તો અમે દાસાનુદાસ છીએ. તેમનાં ચરણોમાં અમે નમીએ છીએ. ધન્ય એ મુનિદશા! અમે પણ એની ભાવના ભાવીએ છીએ. ૧૪૨.