૮૨
શુદ્ધ ચિદાનંદસ્વરૂપ નિજ આત્માની સમીપ વસવું તેને ઉપવાસ કહે છે. જ્યાં આહારત્યાગનીયે ઇચ્છા નથી, પુણ્ય-પાપની ઇચ્છા નથી ને આહારપાણી વગેરે પરપદાર્થ તરફના વલણનો સહજ ત્યાગ છે, તેને ઉપવાસ કહે છે. અજ્ઞાનીને કાંઈ ભાન નથી તેથી પુણ્ય-પાપની વૃત્તિ રોકાય કઈ રીતે? ન જ રોકાય. અકષાય સ્વભાવના ભાન વિના કદી ઉપવાસ થઈ શકતો નથી. આત્માના ભાન વિના આહારત્યાગસ્વરૂપ જે ઉપવાસ છે તેને લાંઘણ કહી છે.
અરેરે! દેહ તો ક્ષણે ક્ષણે મૃત્યુની સન્મુખ જઈ રહ્યો છે. અવસર તો ચાલ્યો જાય છે. અંતરમાં સન્મુખતા કર્યા વિના ક્યાંય શાન્તિ નહિ થાય. જ્ઞાની તો અંતરમાં નિજ સ્વભાવને ગ્રહીને શિવચાલ ચાલે છે; પોતે પોતામાં મોક્ષમાર્ગને સાધે છે. ૧૪૪.
આત્મા પોતે વિકાર કરે અને દોષ નાખે કર્મ ઉપર, તો તે પ્રમાદી થઈને મિથ્યાદ્રષ્ટિ રહે છે. પં૦ બનારસીદાસજીએ કહ્યું છેઃ ‘બે દ્રવ્ય ભેગાં થઈને એક