Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 146-147.

< Previous Page   Next Page >


Page 83 of 181
PDF/HTML Page 110 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત
૮૩

પરિણામ કરે નહિ અને બે પરિણામ એક દ્રવ્યથી થાય નહિ’. માટે કર્મના કારણે દોષ થાય છે એમ માનવું નહિ. ૧૪૫.

સંસાર ને પુણ્ય-પાપ આત્મા વિના થતાં નથી; જડકર્મ કે શરીરમાં એ ભાવો નથી, માટે આત્મામાં એ ભાવો થાય છે એમ માનવું. પણ રાગાદિ ભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિનો અકર્તા માને છે, તે પોતે કર્તા હોવા છતાં પોતાને અકર્તા માની, નિરુદ્યમી બની, પ્રમાદી રહેવું છે તેથી જ કર્મોનો દોષ ઠરાવે છે. પરંતુ એ તેનો દુઃખદાયક ભ્રમ છે. ૧૪૬.

આ મનુષ્ય-અવતાર પામીને જો ભવના અંતના ભણકાર અંદરમાં ન જગાડ્યા તો જીવન શા કામનું? જેણે જીવનમાં ભવથી છૂટવાનો ઉપાય ન કર્યો તેના જીવનમાં ને કીડા-કાગડાના જીવનમાં શો ફેર છે? સત્સમાગમે અંતરના ઉલ્લાસપૂર્વક ચિદાનંદસ્વભાવનું શ્રવણ કરીને, તેની પ્રતીતિ કરતાં જ તારા આત્મામાં ભવ-અંતના ભણકારા આવી જશે. માટે ભાઈ! ભવ-ભ્રમણના અંતનો આ ઉપાય સત્સમાગમે શીઘ્ર કર. ૧૪૭.