૮૪
દિગંબર મુનિરાજ એટલે પંચ પરમેષ્ઠીમાં ભળેલા ભગવાન. અહા! શ્રી કુંદકુંદાચાર્યભગવાને કહ્યું છે ને! — અરિહંતભગવંતથી માંડીને અમારા ગુરુપર્યંત બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા, રાગ ને નિમિત્તમાં તો નહોતા પણ ભેદમાંય નહોતા; એ બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. ૧૪૮.
કોઈએ કોઈને ત્રણ કાળમાં છેતર્યો નથી, કપટના ભાવ કરી જીવ પોતે જ પોતાને છેતરે છે. કોઈ એમ માને કે ‘મેં ફલાણાને કેવો છેતર્યો?’ પણ ભાઈ! તેમાં તે છેતરાણો નથી, પણ તું જ છેતરાણો છો. સામાનાં પુણ્ય એટલાં ઓછાં કે તારા જેવો કપટી એને મળ્યો, પરંતુ કપટના, દગાપ્રપંચના ભાવ કરીને તને પોતાને જ તેં છેતર્યો છે, બાકી ત્રણ કાળમાં કોઈ કોઈને છેતરી શકતું નથી. ૧૪૯.
વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં થાય છે તે વાત સ્વભાવદ્રષ્ટિએ ગૌણ છે. સ્વભાવદ્રષ્ટિએ તો જેટલા પર- વલણવાળા ભાવ થાય તે બધા પૌદ્ગલિક છે. પર્યાય- દ્રષ્ટિએ તે વિકારી પર્યાય આત્માની છે પણ સ્વભાવદ્રષ્ટિએ તે આત્માનો સ્વભાવ નથી માટે પૌદ્ગલિક છે. ૧૫૦.