૯૦
તરફ દ્રષ્ટિ કરતાં જ આત્મપ્રાપ્તિ થાય છે. ૧૬૦.
જીવ જે વખતે રાગ-દ્વેષના ભાવ કરે તે વખતે જ તેને તેના ફળનું – આકુળતાનું – વેદન હોય છે. માટે કર્તાપણું અને ભોક્તાપણું બન્ને એકસાથે જ છે. લોકો બાહ્ય દ્રષ્ટિથી જુએ છે કે આણે પાપ કર્યાં તો તે નરકમાં ક્યારે જશે? આ જૂઠું બોલે છે તો એની જીભ કેમ તરત કપાતી નથી? પણ ભાઈ! જે વખતે તે હિંસા અને જૂઠા વગેરેના ભાવ કરે છે તે વખતે જ તેના ભાવમાં આકુળતાનું વેદન હોય છે; આકુળતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે. પોતાના સુખાદિ સ્વભાવનો ઘાત કર્યો તેથી તે વખતે જ તેના ભાવમાં ફળ મળી ગયું; તે વખતે જ ગુણની શક્તિનું પરિણમન જે ઘટી ગયું તે જ તેને ઊંધું ફળ મળી ગયું; જે અંતરમાં ફળ આવે છે તે જોતો નથી અને બહારથી ફળ આવે છે તેને જ જુએ છે તે પરાશ્રયદ્રષ્ટિવાળો છે. બહારથી ફળ મળવું તે વ્યવહાર છે. બહારથી ફળ કોઈ વાર લાંબા કાળે અને કોઈ વાર ટૂંકા કાળે મળે છે, પણ અંતરનું ફળ તો તરત જ — તે ક્ષણે જ મળી જાય છે. ૧૬૧.