૯૬
કરતાં દ્રવ્ય પર્યાયમાં શુદ્ધરૂપે પરિણમે છે. ૧૭૦.
જિનવાણીમાં મોક્ષમાર્ગનું કથન બે પ્રકારે છેઃ અખંડ આત્મસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો તે સાચો મોક્ષમાર્ગ છે, અને તે ભૂમિકામાં જે મહાવ્રતાદિના રાગ-વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી પણ તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે. આત્મામાં વીતરાગ શુદ્ધિરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો તે સાચો, અનુપચાર, શુદ્ધ, ઉપાદાન અને યથાર્થ મોક્ષમાર્ગ છે, અને તે વખતે વર્તતા અઠ્યાવીસ મૂળગુણ વગેરેના શુભ રાગને — તે સહચર તેમ જ નિમિત્ત હોવાથી — મોક્ષમાર્ગ કહેવો તે ઉપચાર છે, વ્યવહાર છે. પં૦ શ્રી ટોડરમલજીએ કહ્યું છે ને! —
મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને ‘મોક્ષમાર્ગ’ નિરૂપિત કર્યો છે તે ‘નિશ્ચયમોક્ષમાર્ગ’ છે, અને જ્યાં મોક્ષમાર્ગ તો છે નહિ, પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે ‘વ્યવહાર- મોક્ષમાર્ગ’ છે; કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે