૧૦૨
છે કે — અતીન્દ્રિય આનંદથી ભરપૂર અને સર્વ પરવિષયોથી ખાલી એવા પોતાના આત્મસ્વભાવની રુચિ કરવી, તેનું લક્ષ કરવું, તેનો અનુભવ કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો. ૧૮૦.
હે મોક્ષના અભિલાષી! મોક્ષનો માર્ગ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ છે. તે સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ભાવરૂપ મોક્ષમાર્ગ અંતર્મુખ પ્રયત્ન વડે સધાય છે એમ ભગવાને ઉપદેશ્યું છે. ભગવાને પોતે પ્રયત્ન વડે મોક્ષમાર્ગને સાધ્યો છે ને ઉપદેશમાં પણ એમ જ કહ્યું છે કે ‘મોક્ષનો માર્ગ પ્રયત્નસાધ્ય છે’. માટે તું સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોને જ મોક્ષનો પંથ જાણીને સર્વ ઉદ્યમ વડે તેને અંગીકાર કર. હે ભાઈ! સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોથી રહિત એવા દ્રવ્યલિંગથી તારે શું સાધ્ય છે? મોક્ષ તો સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ભાવોથી જ સાધ્ય છે માટે તેનો પ્રયત્ન કર. ૧૮૧.
તત્ત્વવિચારમાં ચતુર ને નિર્મળ ચિત્તવાળો જીવ ગુણોમાં મહાન એવા સદ્ગુરુનાં ચરણકમળની સેવાના પ્રસાદથી અંતરમાં ચૈતન્ય પરમતત્ત્વનો અનુભવ કરે છે. રત્નત્રય આદિ ગુણોથી મહાન એવા ગુરુ શિષ્યને કહે છે