૧૦૪
થાય — એમ અંદર અભિમાનનું જેને પ્રયોજન હોય તેનું ધારણારૂપ જ્ઞાન, ભલે સાચું હોય તોપણ, ખરેખર અજ્ઞાન છે — મિથ્યાજ્ઞાન છે. ભાષા બહુ મલાવે તો અંદર વસ્તુ હાથ આવી જાય એમ નથી. અંદર સ્વભાવની દ્રષ્ટિ કરે, તેનું લક્ષ કરે, તેનો આશ્રય કરે, તેની સન્મુખ જાય, ત્યારે અતીન્દ્રિય શાન્તિ અને આનંદ મળે છે. ૧૮૪.
જેમ સિદ્ધભગવંતો કોઈના આલંબન વગર સ્વયમેવ પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાનાનંદરૂપે પરિણમનારા દિવ્ય સામર્થ્યવાળા દેવ છે, તેમ બધાય આત્માનો સ્વભાવ પણ એવો જ છે. અહા! આવો નિરાલંબી જ્ઞાન ને સુખ- સ્વભાવરૂપ હું છું! — એમ લક્ષમાં લેતાં જ જીવનો ઉપયોગ અતીન્દ્રિય થઈને તેની પર્યાયમાં જ્ઞાન ને આનંદ ખીલી જાય છે, પૂર્વે કદી નહિ અનુભવાયેલી ચૈતન્યશાંતિ વેદનમાં આવે છે; — આમ આનંદનો અગાધ સમુદ્ર તેને પ્રતીતિમાં, જ્ઞાનમાં ને અનુભૂતિમાં આવી જાય છે; પોતાનું પરમ ઇષ્ટ એવું સુખ તેને પ્રાપ્ત થાય છે, ને અનિષ્ટ એવું દુઃખ દૂર થાય છે. ૧૮૫.
અંતરમાં સ્વસંવેદનજ્ઞાન ખીલ્યું ત્યાં પોતાને તેનું