૧૧૦
કહેવાય – એમ નથી. શુભભાવ પોતાની પર્યાયમાં થતો હોવા છતાં તેના આશ્રયે હિતની પ્રાપ્તિ થતી નથી, તેથી તેને ‘અભૂતાર્થ’ કહેવામાં આવે છે. પોતાની પર્યાયમાં તેનું અસ્તિત્વ જ નથી – એમ કાંઈ ‘અભૂતાર્થ’નું તાત્પર્ય નથી; પણ તેના આશ્રયથી કલ્યાણની પ્રાપ્તિ થતી નથી, કેમ કે સ્વભાવભૂત નથી, — એમ બતાવીને તેનો આશ્રય છોડાવવા માટે તેને ‘અભૂતાર્થ’ કહ્યો છે. ત્રિકાળી એકરૂપ રહેનાર દ્રવ્યસ્વભાવ ભૂતાર્થ છે, તેના આશ્રયે કલ્યાણ થાય છે. તે ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી ભેદરૂપ કે રાગરૂપ સમસ્ત વ્યવહાર અભૂતાર્થ છે. અભૂતાર્થ કહો કે પરિહરવાયોગ્ય કહો. તેનો પરિહાર કરીને સહજ સ્વભાવને અંગીકાર કરવાથી ઘોર સંસારનું મૂળ — મિથ્યાત્વ — છેદાઈ જાય છે, ને જીવ શાશ્વત પરમ સુખનો માર્ગ પામે છે. ૧૯૬.
સમ્યગ્દ્રષ્ટિ મનુષ્યને અશુભ રાગ આવે છે, પણ અશુભ રાગના કાળે આયુષ્યનો બંધ ન થાય; કેમ કે સમ્યગ્દ્રષ્ટિ મનુષ્ય મરીને વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, તેથી શુભ રાગમાં જ આયુષ્ય બંધાય. ૧૯૭.
પ્રશ્નઃ — જેમ સ્વદ્રવ્ય આદરણીય છે તેમ તેની ભાવનારૂપ નિર્મળ પર્યાય આદરણીય કહેવાય?