ઉત્તરઃ — હા. રાગ હેય છે તેની અપેક્ષાએ નિર્મળ પર્યાયને આદરણીય કહેવાય; અને દ્રવ્યની અપેક્ષાએ પર્યાય તે વ્યવહાર છે, તે આશ્રયયોગ્ય નહિ હોવાથી હેય કહેવાય. ક્ષાયિક પર્યાય પણ દ્રવ્યની અપેક્ષાએ હેય કહેવાય, પણ રાગની અપેક્ષાએ ક્ષાયિક ભાવને આદરણીય કહેવાય. ૧૯૮.
જિજ્ઞાસુ વિચારે છે કે — અરેરે! પૂર્વે મેં અનંતી વાર મોટાં મોટાં શાસ્ત્રો વાંચ્યાં, સત્સમાગમે સાંભળ્યાં અને તેનાં ઉપર વ્યાખ્યાનો કર્યાં; પણ શુદ્ધ ચિદ્રૂપ આત્માને મેં કદી જાણ્યો નહિ, તેથી મારું ભવપરિભ્રમણ દૂર ન થયું. બહારમાં મેં આત્માને શોધ્યો પણ અંતર્મુખ થઈને કદી મેં મારા આત્માને શોધ્યો નહિ. આત્મામાં જ પોતાની સ્વભાવસાધનાનું સાધન થવાની તાકાત છે. એ સિવાય બહારનાં શાસ્ત્રોમાં પણ એવી તાકાત નથી કે આત્મ- સાધનાનું સાધન થાય. ૧૯૯.
આત્મામાં અકર્તૃત્વસ્વભાવ તો અનાદિ-અનંત છે; તે સદાય વિકારથી ઉપરમસ્વરૂપ જ છે; તે સ્વરૂપની અપેક્ષાએ આત્મા વિકારનો કર્તા છે જ નહિ. જેણે આવા સ્વભાવને સ્વીકાર્યો તેને પર્યાયમાં પણ મિથ્યા-