આ ભારતવર્ષની પુણ્ય ભૂમિમાં અવતાર લઈને જે મહાપુરુષે પ્રવર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર દેવાધિદેવ પરમપૂજ્ય ૧૦૦૮ શ્રી મહાવીરસ્વામી દ્વારા પ્રરૂપિત તથા તદામ્નાયાનુવર્તી આચાર્યશિરોમણિ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ દ્વારા સમયસાર આદિ પરમાગમોમાં સુસંચિત શુદ્ધાત્મદ્રવ્યપ્રધાન અધ્યાત્મતત્ત્વામૃતનું પોતે પાન કરીને વિક્રમની આ વીસ-એકવીસમી શતાબ્દીમાં આત્મસાધનાના પાવન પંથનો પુનઃ સમુદ્યોત કર્યો છે, રૂઢિગ્રસ્ત સાંપ્રદાયિકતામાં ફસાયેલા જૈનજગત ઉપર જેમણે, જિનાગમ, સમ્યક્ પ્રબળ યુક્તિ અને સ્વાનુભવથી દ્રવ્યદ્રષ્ટિપ્રધાન સ્વાત્માનુભૂતિમૂલક વીતરાગ જૈનધર્મને પ્રકાશમાં લાવીને, અનુપમ, અદ્ભુત અને અનંત-અનંત ઉપકારો કર્યા છે, પિસ્તાળીસ- પિસ્તાળીસ વર્ષના સુદીર્ઘ કાળ સુધી જેમનો નિવાસ, દિવ્ય દેશના તેમ જ પુનિત પ્રભાવનાયોગે સોનગઢ (સૌરાષ્ટ્ર)ને એક અનુપમ