Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 208

 

[ ૧૧ ]

‘અધ્યાત્મતીર્થ’ બનાવી દીધું છે અને જેમની અનેકાન્તમુદ્રિત નિશ્ચય-વ્યવહાર-સુમેળસમન્વિત શુદ્ધાત્મતત્ત્વપ્રધાન અધ્યાત્મરસ- નિર્ભર ચમત્કારી વાણીમાંથી ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ સંકલિત કરવામાં આવ્યાં છેએવા સૌરાષ્ટ્રના આધ્યાત્મિક યુગપુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો પવિત્ર જન્મ સૌરાષ્ટ્રના (ભાવનગર જિલ્લાના) ઉમરાળા ગામમાં વિ. સં. ૧૯૪૬, વૈશાખ સુદ બીજ, રવિવારના શુભ દિને થયો હતો. પિતા શ્રી મોતીચંદભાઈ અને માતા શ્રી ઉજમબા જાતિએ દશા-શ્રીમાળી વણિક તથા ધર્મે સ્થાનકવાસી જૈન હતાં.

શિશુવયથી જ બાળક ‘કાનજી’ના મુખ પર વૈરાગ્યની સૌમ્યતા અને આંખોમાં બુદ્ધિ ને વીર્યની અસાધારણ પ્રતિભા તરી આવતી હતી. તે નિશાળમાં તેમ જ જૈનશાળામાં પ્રાયઃ પહેલો નંબર રાખતા હતા. નિશાળના લૌકિક જ્ઞાનથી તેમના ચિત્તને સંતોષ થતો નહિ; તેમને ઊંડે ઊંડે રહ્યા કરતું કે ‘જેની શોધમાં હું છું તે આ નથી’. કોઈ કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું; અને એક વાર તો, માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ, તે બાળમહાત્મા સત્ના વિયોગે ખૂબ રડ્યા હતા.

યુવાવયમાં દુકાન ઉપર પણ તેઓ વૈરાગ્યપ્રેરક અને તત્ત્વબોધક ધાર્મિક પુસ્તકો વાંચતા હતા. તેમનું મન વેપારમય કે સંસારમય થયું નહોતું. તેમના અંતરનો ઝોક સદા ધર્મ ને સત્યની શોધ પ્રતિ જ રહેતો. તેમનો ધાર્મિક અભ્યાસ, ઉદાસીન જીવન અને સરળ અંતઃકરણ જોઈને સગાંસંબંધીઓ તેમને ‘ભગત’ કહેતાં. તેમણે બાવીસ વર્ષની કુમારાવસ્થામાં આજીવન બ્રહ્મચર્ય- પાલનની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. વિ. સં. ૧૯૭૦ના માગશર સુદ ૯ ને રવિવારના દિવસે ઉમરાળામાં ગૃહસ્થજીવનનો ત્યાગ