૧૨૬
મિથ્યાદ્રષ્ટિ છે; અને જે ચોથે ગુણસ્થાને સમકિતી છે, કે જેણે નિજ રસ — આત્માના આનંદનો રસ — ચાખ્યો છે, તે નિજરસથી જ રાગથી વિરક્ત છે. અસંખ્ય પ્રકારે શુભ રાગ હો, પણ ધર્મીને રાગનો રસ હોતો નથી. શુદ્ધ ચૈતન્યના અમૃતમય સ્વાદ આગળ ધર્મીને રાગનો રસ ઝેર જેવો ભાસે છે. ૨૩૦.
પર તરફ ઉપયોગ વખતે પણ, ધર્મીને સમ્યગ્દર્શન- જ્ઞાનપૂર્વક જેટલો વીતરાગ ભાવ થયો છે તેટલો ધર્મ તો સતત વર્તે જ છે; એવું નથી કે જ્યારે સ્વમાં ઉપયોગ હોય ત્યારે જ ધર્મ હોય ને જ્યારે પરમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય જ નહિ. ૨૩૧.
શિષ્ય ગુરુને કહે કે અહો પ્રભુ! આપે મારા ઉપર પરમ ઉપકાર કર્યો છે, મને પામરને આપે ન્યાલ કર્યો છે, આપે મને તારી દીધો છે વગેરે. પોતાના ગુણની પર્યાય ઉઘાડવા માટે વ્યવહારમાં ગુરુ પ્રત્યે વિનય અને નમ્રતા કરે છે, ગુરુના ગુણોનું બહુમાન કરે છે; અને નિશ્ચયથી પોતાના પૂર્ણ સ્વભાવ પ્રત્યે વિનય, નમ્રતા અને બહુમાન કરે છે. નિશ્ચયમાં પોતાને પૂર્ણ સ્વભાવનું બહુમાન છે તેથી વ્યવહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુનું બહુમાન