[ ૧૬૫ ]
૪. કહાનગુરુને વંદન
કહાનગુરુ! તુજ પુનિત ચરણ વંદન કરું. ઉન્નત ગિરિશૃંગોના વસનારા તમે, (સીમંધર – ગણધરના સત્સંગી તમે,) આવ્યા રંકઘરે શો પુણ્યપ્રભાવ જો; અર્પણતા પૂરી કવ અમને આવડે, ક્યારે લઈશું ઉર – કરુણાનો લાભ જો.....કહાનગુરુ૦ સત્યામૃત વરસાવ્યાં આ કાળે તમે, આશય અતિશય ઊંડા ને ગંભીર જો; નંદનવન સમ શીતળ છાંય પ્રસારતા, જ્ઞાનપ્રભાકર પ્રગટી જ્યોત અપાર જો.....કહાનગુરુ૦ અણમૂલા સુતનુ ઓ! શાસનદેવીના, આત્માર્થીની એક અનુપમ આંખ જો; સંત સલૂણા! કલ્પવૃક્ષ! ચિંતામણિ!
પંચમ કાળે દુર્લભ તવ દિદાર જો.....કહાનગુરુ૦
❀