છે, અમે તેમના દાસાનુદાસ છીએ’ – એમ તેઓશ્રી ઘણા વાર ભક્તિભીના અંતરથી કહેતા. ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહા- વિદેહક્ષેત્રમાં સર્વજ્ઞવીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યા હતા, તે વિષે પૂજ્ય ગુરુદેવને અણુમાત્ર પણ શંકા નહોતી. શ્રી કુંદકુંદાચાર્યદેવના વિદેહગમન વિષે તેઓ અત્યંત દ્રઢતાપૂર્વક ઘણી વાર ભક્તિભીના હૃદયથી પોકાર કરીને કહેતા કે — ‘કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ, એ વાત એમ જ છે; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે; યથાતથ છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.’ શ્રી સીમંધરપ્રભુ પ્રત્યે ગુરુદેવને અતિશય ભક્તિભાવ હતો. કોઈ કોઈ વખત સીમંધરનાથના વિરહે પરમ ભક્તિવંત ગુરુદેવનાં નેત્રોમાંથી અશ્રુની ધારા વહી જતી.
પૂજ્ય ગુરુદેવે અંતરથી શોધેલો સ્વાનુભવપ્રધાન અધ્યાત્મમાર્ગ — દિગંબર જૈનધર્મ જેમ જેમ પ્રસિદ્ધ થતો ગયો તેમ તેમ વધુ ને વધુ જિજ્ઞાસુઓ આકર્ષાયા. ગામોગામ ‘દિગંબર જૈન મુમુક્ષુમંડળ’ સ્થપાયાં. સંપ્રદાયત્યાગથી જાગેલો વિરોધવંટોળ શમી ગયો. હજારો સ્થાનકવાસી શ્વેતાંબર જૈનો અને સેંકડો જૈનોતરો સ્વાનુભૂતિપ્રધાન વીતરાગ દિગંબર જૈનધર્મના શ્રદ્ધાળુ થયા. હજારો દિગંબર જૈનો રૂઢિગત બહિર્લક્ષી પ્રથા છોડીને પૂજ્ય ગુરુદેવ દ્વારા પ્રવાહિત શુદ્ધાત્મતત્ત્વપ્રધાન અનેકાંતસુસંગત અધ્યાત્મપ્રવાહમાં શ્રદ્ધાભક્તિ સહ જોડાયા. પૂજ્ય ગુરુદેવનો પ્રભાવના-ઉદય દિન-પ્રતિદિન વધુ ને વધુ ખીલતો ગયો.
ગુરુદેવના મંગળ પ્રતાપે સોનગઢ ધીમે ધીમે અધ્યાત્મવિદ્યાનું એક અનુપમ કેન્દ્ર — તીર્થધામ બની ગયું. બહારથી હજારો મુમુક્ષુઓ તેમ જ અનેક દિગંબર જૈનો, પંડિતો, ત્યાગીઓ,