Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 208

 

[ ૧૭ ]

બ્રહ્મચારીઓ પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશનો લાભ લેવા માટે આવવા લાગ્યા. તદુપરાંત, સોનગઢમાં બહુમુખી ધર્મપ્રભાવનાનાં અનેકવિધ સાધનો યથાવસર અસ્તિત્વમાં આવતાં ગયાંઃ વિ. સં ૧૯૯૪માં શ્રી જૈન સ્વાધ્યાયમંદિર, ૧૯૯૭માં શ્રી સીમંધરસ્વામીનું દિગંબર જિનમંદિર, ૧૯૯૮માં શ્રી સમવસરણ- મંદિર, ૨૦૦૩માં શ્રી કુંદકુંદપ્રવચનમંડપ, ૨૦૦૯માં શ્રી માનસ્તંભ, ૨૦૩૦માં શ્રી મહાવીર-કુંદકુંદ દિગંબર જૈન પરમાગમમંદિર વગેરે ભવ્ય ધર્માયતનો નિર્મિત થયાં. દેશ- વિદેશમાં વસનારા જિજ્ઞાસુઓ પૂજ્ય ગુરુદેવશ્રીના અધ્યાત્મ- તત્ત્વોપદેશથી નિયમિત લાભાન્વિત થાય તે માટે ગુજરાતી તેમ જ હિન્દી ‘આત્મધર્મ’ માસિક પત્રનું પ્રકાશન શરૂ થયું. વચ્ચે થોડાં વર્ષો સુધી ‘સદ્ગુરુપ્રવચનપ્રસાદ’ નામનું દૈનિક પ્રવચનપત્ર પણ પ્રકાશિત થતું હતું. તદુપરાંત સમયસાર, પ્રવચનસાર વગેરે અનેક મૂળ શાસ્ત્રો તથા વિવિધ પ્રવચનગ્રંથો ઇત્યાદિ અધ્યાત્મસાહિત્યનું વિપુલ પ્રમાણમાં

લાખોની સંખ્યામાંપ્રકાશન

થયું. હજારો પ્રવચનો ટેઇપ-રેકોર્ડ કરવામાં આવ્યાં. આમ પૂજ્ય ગુરુદેવનો અધ્યાત્મ-ઉપદેશ મુમુક્ષુઓના ઘરે ઘરે ગુંજતો થયો. દર વર્ષે ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓ માટે અને શ્રાવણમાસમાં પ્રૌઢ ગૃહસ્થો માટે ધાર્મિક શિક્ષણવર્ગ ચલાવવામાં આવતો હતો અને હજુ પણ ચલાવવામાં આવે છે. આ રીતે સોનગઢ પૂજ્ય ગુરુદેવના પરમ પ્રતાપે બહુમુખી ધર્મપ્રભાવનાનું પવિત્ર કેન્દ્ર બની ગયું.

પૂજ્ય ગુરુદેવના પુનિત પ્રભાવથી સૌરાષ્ટ્રગુજરાત તેમ જ ભારતવર્ષના અન્ય પ્રાન્તોમાં સ્વાનુભૂતિપ્રધાન વીતરાગ દિગંબર જૈનધર્મના પ્રચારનું એક અદ્ભુત અમિટ આંદોલન પ્રસરી ગયું. જે મંગળ કાર્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે ગિરનાર પર વાદ પ્રસંગે