Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 6-8.

< Previous Page   Next Page >


Page 3 of 181
PDF/HTML Page 30 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત

લીનતા તે શ્રાવકમાર્ગ છે અને તેનાથી પણ વિશેષ સ્વરૂપ- રમણતા તે મુનિમાર્ગ છે. સાથે વર્તતાં બાહ્ય વ્રત-નિયમો તો અધૂરાશનીકચાશની પ્રગટતા છે. અરેરે! મોક્ષમાર્ગની મૂળ વાતમાં આટલો બધો ફેર પડી ગયો છે. ૫.

પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. ૬.

આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે. શ્રીમદે કહ્યું છે ને!ઊપજે મોહવિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.’ જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઊતરશે. ૭.

નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ-મોક્ષ બે પડખાં પડે છે અને તેની અપેક્ષા ન લેતાં એકલું નિરપેક્ષ તત્ત્વ જ લક્ષમાં લેવામાં આવે તો સ્વપર્યાય પ્રગટે છે. ૮.