૪
ચામડાં ઉતારીને જોડા કરીએ તોપણ ઉપકાર ન વાળી શકાય એવો ઉપકાર ગુરુ આદિનો હોય છે. એને બદલે તેમના ઉપકારને ઓળવે તે તો અનંત સંસારી છે. કોની પાસે સાંભળવું એનો પણ જેને વિવેક નથી તે આત્માને સમજવા માટે લાયક નથી — પાત્ર નથી. જેને લૌકિક ન્યાય-નીતિનાં પણ ઠેકાણાં નથી એવા જીવો શાસ્ત્રોનું વાંચન કરે અને એને જે સાંભળવા જાય તે સાંભળનાર પણ પાત્ર નથી. ૯.
ભગવાન આત્મા કેવળજ્ઞાનની મૂર્તિ છે અને આ દેહ છે તે તો જડ ધૂળ – માટી છે; તેને આત્માનો સ્પર્શ જ ક્યાં છે? – કેમ કે સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે – સ્પર્શે છે તોપણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અહા! ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે છે પણ પરમાણુ આદિને કે તેની પર્યાયોને સ્પર્શતો નથી. જ્ઞાયક આત્મા પોતાના અનંત ગુણસ્વભાવને અને તેમની નિર્મળ પર્યાયોને ચુંબે છે, સ્પર્શે છે, પણ તે સિવાય શરીર, મન, વાણી, કર્મ કે સ્ત્રી-પુત્ર-પરિવાર ઇત્યાદિ બહારના કોઈ પદાર્થોને કોઈ દી સ્પર્શ્યો નથી, સ્પર્શતોય નથી. પરથી તદ્દન ભિન્ન એવા