૬
જેના ધ્યેયમાં, રુચિમાં ને પ્રેમમાં જ્ઞાયકભાવ જ પડ્યો છે તેને શુભ વિકલ્પમાં કે બીજે ક્યાંય અટકવું ગોઠતું નથી. અહા! અંતર જ્ઞાયકસ્વભાવમાં જવા માટેની તાલાવેલી છે. બહારનો — આત્મસ્વભાવમાં નથી એવા જે પુણ્ય-પાપના ભાવ અને તેનાં ફળનો — જેને રસ ને પ્રેમ છે તેને જ્ઞાયકસ્વભાવનો પ્રેમ નથી, અને જેને આત્માના જ્ઞાયકભાવનો પ્રેમ લાગ્યો તેને પુણ્યના પરિણામથી માંડીને આખું જગત પ્રેમનો વિષય નથી. અહા! એવા જ્ઞાયકભાવનો જેને રસ છે તેને તેની પ્રાપ્તિ માટે નિરંતર રુચિ ને ભાવના રહે. જેને બહારનો પ્રેમ છે કે દુનિયા મને કેમ માને, દુનિયામાં મારી કેમ પ્રસિદ્ધિ થાય, મને આવડે તો દુનિયા મને મોટો માને, તેને જ્ઞાયકસ્વભાવ પ્રત્યે રુચિ અને પ્રેમ નથી. ૧૩.
બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાદ્રષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી. આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવમાત્ર જ છે. દરેક વસ્તુ દ્રવ્યે, ગુણે ને પર્યાયે પરિપૂર્ણ સ્વતંત્ર છે. આમ હોવાથી આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેથી તે સ્વભાવદશામાં જ્ઞાનનો