જ કર્તા છે ને વિભાવદશામાં અજ્ઞાન, રાગદ્વેષનો કર્તા છે; પણ પરનો તો કર્તા ક્યારેય પણ થતો નથી. પરભાવ (રાગાદિ વિકારી ભાવ) પણ કોઈ અન્ય દ્રવ્ય કરાવતું નથી, કારણ કે એક દ્રવ્યની બીજા દ્રવ્યમાં નાસ્તિ છે; છતાં પર્યાયમાં વિકાર થાય છે તે પુરુષાર્થની વિપરીતતા અથવા નબળાઈથી થાય છે, પણ સ્વભાવમાં તે નથી એવું જ્ઞાન થતાં (ક્રમે) વિકારનો નાશ થાય છે. ૧૪.
ભગવાને કહ્યું છે કે પર્યાયદ્રષ્ટિનું ફળ સંસાર છે અને દ્રવ્યદ્રષ્ટિનું ફળ વીતરાગતા — મોક્ષ છે. ૧૫.
અધ્યાત્મમાં હંમેશાં નિશ્ચયનય જ મુખ્ય છે; તેના જ આશ્રયે ધર્મ થાય છે. શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને જ મુખ્ય અને વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છે — એમ સમજવું; કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ કરવા અર્થાત્ વિકારી પર્યાય ટાળવા માટે હંમેશાં નિશ્ચયનય જ આદરણીય છે; તે વખતે બન્ને નયોનું જ્ઞાન હોય છે પણ ધર્મ પ્રગટાવવા માટે બન્ને