Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


Page 8 of 181
PDF/HTML Page 35 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત

નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના આશ્રયે તો રાગદ્વેષના વિકલ્પો જ ઊઠે છે.

છયે દ્રવ્યો, તેના ગુણો અને તેના પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે; અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનો અનન્ય પરિણામ છેએમ વ્યવહારનયે કહેવામાંસમજાવવામાં આવે; પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. શુદ્ધતા પ્રગટ કરવા માટે કોઈ વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છેએમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું.

સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે,