તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જ જાય છે. એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્યગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી. ૧૬.
અનંત ગુણસ્વરૂપ આત્મા, તેના એકરૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ, તેને (આત્માને) એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાન્તિ – સુખનો ઉપાય છે. ૧૭.
સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે એકલો અધ્યાત્મરસ ભર્યો છે. તેમની જ પરંપરાથી આ યોગસાર ને પરમાત્મપ્રકાશ વગેરે અધ્યાત્મશાસ્ત્રો રચાયાં છે. સમયસાર વગેરેની ટીકા દ્વારા અધ્યાત્મનાં રહસ્યો ખોલીને અમૃતના ધોધ વહેવડાવનાર શ્રી અમૃતચંદ્રસૂરિ પુરુષાર્થસિદ્ધ્યુપાયમાં કહે છે કે આત્માનો નિશ્ચય તે સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન અને આત્મામાં નિશ્ચલસ્થિતિ તે સમ્યક્ચારિત્ર;
મોક્ષમાર્ગ છે અને તે આત્માનો સ્વભાવ જ છે, તેનાથી બંધન થતું નથી. બંધન તો રાગથી થાય; રત્નત્રય તો