૧૦
રાગ રહિત છે, તેનાથી કર્મ બંધાતાં નથી, તે તો મોક્ષનાં જ કારણ છે. માટે મુમુક્ષુઓ અંતર્મુખ થઈને આવા મોક્ષમાર્ગને સેવો ને પરમાનંદરૂપ પરિણમો. આજે જ આત્મા અનંતગુણધામ એવા પોતાનો અનુભવ કરો. ૧૮.
સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે — આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું? પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરવો.
દરેક જીવ સુખને ઇચ્છે છે, તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, તેવા પુરુષ કોણ છે, તેની ઓળખાણ કરવી અને તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તેને જાણવું. તે સર્વજ્ઞપુરુષે કહેલી વાણી તે આગમ છે. માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગમે બરાબર જાણીને, તેનું અવલંબન કરી, જ્ઞાનસ્વભાવ આત્માનો નિર્ણય કરવો. નિર્ણય તે પાત્રતા છે અને આત્માનો અનુભવ તે તેનું ફળ છે. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જ જાય. કષાયનો રસ મંદ પડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહિ.
પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન કરવું — એમાં સાચાં