૩૮
થાય છે, અને તે જ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે. ૫૬.
રાગમાં શુભ અને અશુભ એવા બે ભેદ ભલે પાડો, તેનો વિવેક ભલે કરો, પણ તે બંને ભાવ આસ્રવ છે ને બંધમાર્ગમાં સમાય છે, સંવર-નિર્જરામાં નહિ; તે એકે ભેદ મોક્ષમાં કે મોક્ષના કારણમાં નથી આવતો. મોક્ષનો માર્ગ ને મોક્ષ — સંવર, નિર્જરા ને મોક્ષ — તો એ બંનેથી જુદી જ જાતના છે. શુભ અને અશુભ બન્ને પ્રકારના રાગમાં કષાયનો સ્વાદ છે, આકુળતા છે, ચૈતન્યની શાંતિનો સ્વાદ, નિરાકુળતા તે બેમાંથી એકેમાં નથી. પંચાસ્તિકાયસંગ્રહમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છેઃ
આ જાણીને શું કરવું? — કે સર્વ પ્રકારના રાગ રહિત પોતાના ચિદાનંદતત્ત્વને બરાબર લક્ષમાં લઈ તેને જ ધ્યાવું. શુભાશુભ રાગને એટલે કે પુણ્ય-પાપને મોક્ષ કે મોક્ષમાર્ગમાં સહાયકારી ન જાણવા પણ વિઘ્નકારી લુટારા સમજવા. અહા, વીતરાગ થવાની વીતરાગ પરમાત્માની આ વાત કાયર જીવો ઝીલી શકતા નથી; પુણ્યથી ધર્મ થાય નહિ — એ વાત સાંભળતાં જ ચોંકી