ઊઠે છે — તેમનાં કાળજાં કંપી ઊઠે છે. જ્ઞાનીઓ તો મોક્ષને અર્થે એક શુદ્ધોપયોગને જ માન્ય કરે છે, રાગના કોઈ કણિયાને તેમાં ભેળવતા નથી; શુભ અને અશુભ બન્નેથી વિરક્ત થઈને વીતરાગી શુદ્ધોપયોગને જ મોક્ષના સાધન તરીકે સ્વીકારે છે. ૫૭.
હાથીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. દેખાડવાના દાંત મોટા હોય અને તે રંગવામાં ને શોભા કરવામાં કામ આવે; ચાવવાના દાંત ઝીણા હોય અને તે ખાવાના કામમાં આવે. શાસ્ત્ર તો ‘ભા’ના કાગળ છે, તેને ઊકેલતાં શીખવું જોઈએ. શાસ્ત્રમાં વ્યવહારનાં કથન ઘણાં હોય છે પરંતુ જેટલાં વ્યવહારનાં ને નિમિત્તનાં કથન છે તે પોતાના ગુણમાં કામ ન આવે પણ પરમાર્થને સમજાવવામાં કામ આવે. આત્મા પરમાર્થે પરથી જુદો છે તેની શ્રદ્ધા કરી, તેમાં લીન થાય તો આત્માને મીણો ચડે. જે પરમાર્થ છે તે વ્યવહારમાં — સમજાવવામાં કામ ન આવે પણ તેના વડે આત્માને શાંતિ થાય. આવો આ પ્રગટ નયવિભાગ છે. ૫૮.
રાગ-દ્વેષ ને પુણ્ય-પાપથી પાર આત્માનુભૂતિસ્વરૂપ શુદ્ધ માર્ગને જ્ઞાનીઓ જ ઓળખે છે, અજ્ઞાનીઓ તો